બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:41 PM, 5 August 2024
બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ
ADVERTISEMENT
નવસારીની બીલીમોરા નગર પાલિકા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરનાં ભરાયેલા પાણીનાં આકાશી દ્રશ્યો સર્જાયા છે. કાવેરી અને અંબિકા નદીનાં આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. અંબિકાનાં કારણે બંદર રોડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે કાવેરી નદીનાં કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.
ADVERTISEMENT
ઉપરવાસમાં વરસાદ બાદ ચીખલીમાં કાવેરી નદી બની ગાંડીતૂર
નવસારીનાં ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ઉપરવાસમાં વરસાદ બાદ ચીખલીમાં કાવેરી નદી ગાંડીતૂર બની હતી. ચીખલી રિવરફ્રન્ટ પાસે નદીનાં રૌદ્રસ્વરૂપનાં આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. કાવેરી નદીનાં પાણી નવસારી શહેરમાંથી ઓસર્યા પણ નદીનું જળસ્તર ભયજનક સ્તરને પાર કર્યું હતું.
વધુ વાંચોઃ Video : ગાંધીનગરના રામકથા મેદાનમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે વિવાદ
ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવા પામી છે. છેલ્લા 24 કલાકથી શહેરમાં પ્રેવેશેલા ઓરંગા નદીનાં પાણી આખરે શહેરમાંથી ઓસર્યા હતા. ઉપરવાસમાં વરસાદ બાદ ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ઓરંગા નદીનાં આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. નદીનાં બ્રિજને અડીને ધમમસતો જળપ્રવાહ વહી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.