બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:01 PM, 13 June 2024
બાળકોને ગંદુ ગંદુ શીખવાડનાર કૂંવારી બેગમની શાન ઠેકાણે આવી છે. ગઈ કાલે ફરિયાદ બાદ આજે ગાઝિયાબાદ પોલીસે તેની ધરપકડ કરી છે. નવજાત બાળકોનું યૌન શોષણ કેવી રીતે કરવું અને તેમને કેવી રીતે ફસાવવાં તે સમજાવતો એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મામલો વિવાદોમાં સપડતો જોઈને આરોપી યુવતીએ સોશિયલ મીડિયા પરથી તમામ કન્ટેન્ટ હટાવી દીધું અને એકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું. વીડિયો શેર કરતા એક યુવતીએ પોલીસને ફરિયાદ કરી હતી. જે બાદ કૌશામ્બી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ સાયબર પોલીસને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
थाना कौशांबी पुलिस टीम द्वारा ऑनलाइन यूट्यूब के माध्यम से बच्चों को स्पष्ट यौन कृत्यों के लिए प्रेरित करने तथा बच्चों के प्रति दुर्व्यवहार को बढ़ावा देने वाली 01 अभियुक्ता गिरफ्तार।
— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) June 13, 2024
बाइट- श्री रितेश त्रिपाठी सहायक पुलिस आयुक्त इन्दिरापुरम (कार्यवाहक)@Uppolice pic.twitter.com/xcJftn5jx1
કોણ છે કુંવારી બેગમ
ADVERTISEMENT
એક યુવતીએ તેની યુટ્યુબ ચેનલ પર નવજાત બાળકોનું કેવી રીતે યૌન શૌષણ કરવું તેનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ હંગામો મચી ગયો હતો અને લોકોએ વિવિધ રીતે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું. યુટ્યુબ પર ગેમિંગ સંબંધિત ચેનલ ચલાવતી આ યુવતીએ સ્ટ્રીમિંગ દરમિયાન નવજાત શિશુઓને જે રીતે હેરાન કરવામાં આવે છે તે વિશે વાત કરીને હલચલ મચાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર સક્રિય લોકોએ આ મામલાની પોલીસને ફરિયાદ કરી અને આરોપી યુવતી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. યુવતીએ કુંવરી બેગમના નામે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી હતી. પરંતુ જ્યારે વાયરલ વીડિયો વિવાદમાં આવ્યો ત્યારે આરોપી યુવતીએ તેની સાથે સંબંધિત તમામ સામગ્રી સોશિયલ સાઇટ પરથી હટાવી દીધી અને તેનું એકાઉન્ટ પણ બંધ કરી દીધું. એડિશનલ સીપી દિનેશ કુમાર પીએ જણાવ્યું કે આ મામલે દીપિકા નારાયણ ભારદ્વાજની ફરિયાદ પર કૌશામ્બી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એકમ ન્યાયના સ્થાપક અને ફરિયાદી દીપિકાએ ફરિયાદમાં કહ્યું છે કે વીડિયોમાં જે રીતે નવજાત બાળકો વિશે વાત કરવામાં આવી છે તે શરમજનક છે. યુવતી દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દોની સમાજ પર નકારાત્મક અસર પડશે. તેણે કહ્યું કે તેણે આ અંગે અગાઉ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી. આ બાબતે પોલીસ તેમજ અન્ય સંબંધિતોને જાણ કરવામાં આવી છે.
કુંવારી બેગમ નામની યુટ્યુબ ચેનલ બનાવી
આરોપી યુવતી દિલ્હીની રહેવાસી હોવાનું કહેવાય છે તેનું નામ શિખા મૈત્રેય હોવાનું બહાર આવ્યું હતું. તેણે કુંવારી બેગમ નામની યુટ્યુબ ચેનલ બનાવી હતી. તેના પર સોથી વધુ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે.
સાયબર પોલીસે સંભાળી તપાસ
એડિશનલ સીપી દિનેશ કુમાર પીના જણાવ્યા અનુસાર, ફરિયાદ બાદ કૌશામ્બી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે સાયબર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરોપી યુવતીની શોધ ચાલી રહી છે. સોશિયલ મીડિયા દ્વારા પણ તેના પર નજર રાખવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.