ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ડાસના વિસ્તારમાં આવેલા શિવ શક્તિ ધામના પારદેશ્વર મહાદેવને અમેરિકામાં રહેતી મૂળ ગુજરાતી મહિલા ડૉક્ટરે અંદાજિત 12 લાખ રૂપિયાની કિંમતનું 20 તોલા શુદ્ધ સોનાથી બનેલું મુકુટ ભેટ કર્યું છે.
મહિલા ડૉક્ટરે શિવજીને અર્પણ કર્યું લાખોનું મુકુટ
NRI મહિલાએ ઈસ્લામ છોડી સનાતન ધર્મ અપનાવ્યો
મૂળ ગુજરાતી મહિલા અમેરિકામાં ડૉક્ટર છે
મૂળ ગુજરાતની રહેવાસી મહિલા ડૉક્ટર હાલ અમેરિકામાં રહે છે. પહેલા તે ઈસ્લામ ધર્મમાં માનતી હતી. આ NRI મહિલા ડોક્ટરે મંગળવારે અંદાજિત 12 લાખ રૂપિયાની કિંમતનું 20 તોલા શુદ્ધ સોનાનું મુકુટ અને લાખો રૂપિયાનો અન્ય શ્રિંગાર ભેટ કર્યો હતો. ઈસ્લામ અને સનાતન ધર્મનું અધ્યયન કરનારી આ મહિલા ડૉક્ટરે મુસ્લિમ ધર્મ છોડીને અંદાજિત એક વર્ષ પહેલા સનાતન ધર્મને સ્વીકાર્યો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચૂક્યા છે. તેમણે દેવાધિદેવ ભગવાન મહાદેવ શિવને ગુરૂ અને જગદંબા મહાકાળી ડાસના વાળીને પોતાની માતા માની લીધી છે.
શિવ શક્તિ ધામ ડાસના મંદિરના પીઠાધીશ્વર અને શ્રીપંચદશનામ જૂના અખાાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગિરીજી મહારાજે જણાવ્યું કે, આ રૂદ્રાભિષેક કરી ભોળાનાથને શુદ્ધ સોનાનું મુકુટ ભેટ કરાયું છે. મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગિરીજી મહારાજે જણાવ્યું કે, ઈસ્લામ છોડ્યા બાદ હવે તે શિપ્રાના નામથી ઓળખાય છે.
નરસિંહાનંદ ગિરીના અનુસાર, આ મહિલા પાંચ વર્ષ પહેલા સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક દ્વારા તેમની સાથે જોડાઈ હતી, જ્યારબાદ તે સનાતન ધર્મના સંપર્કમાં આવી. મહિલા સનાતન ધર્મથી એટલી પ્રભાવિત થઈ કે એક વર્ષ પહેા ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવી લીધો. જ્યારબાદ મહિલાએ અહીં પર 12 લાખ રૂપિયાનું 19 તોલા શુદ્ધ સોનાનું મુકુટ ભેટ કર્યું.