ghaziabad nitin gadkari inaugurates integrated command control room in ghaziabad new traffic rule
BIG NEWS /
સાચવજો! ગાડી લઈને નીકળ્યા તો નવો નિયમ જાણી લેજો, ગડકરીએ કડક નિયમનું કર્યું એલાન
Team VTV02:32 PM, 23 Dec 21
| Updated: 02:36 PM, 23 Dec 21
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગાઝિયા બાદ સ્થિત ડાસનામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, જલ્દી થી હાઈવે અને એક્સપ્રેસવે પર ઓવર સ્પીડના લઈને નવા નિયમો બનશે
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓની હવે ખેર નથી.
મોદી સરકાર ટૂંક સમયમાં ઓવર સ્પીડને લઈને નવો નિયમ બનાવવા જઈ રહી છે
ટ્રાફિકની ગતિવિધિઓ પર નજર રાખવા માટે દિલ્હીમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરાઈ
કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં ઓવર સ્પીડને લઈને નવો નિયમ બનાવવા જઈ રહી છે, જેમાં જો કોઈ ટ્રાફિકના નિયમો તોડતો જોવા મળશે તો તેની સામે એફઆઈઆર નોંધવામાં આવશે, આ અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાતે આ માહિતી આપી હતી.નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસનામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ટૂંક સમયમાં હાઈવે અને એક્સપ્રેસ વે પર ઝડપને લઈને નવો નિયમ બનાવવામાં આવશે. જો કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો તે કેમેરામાં રેકોર્ડ થશે, જે પુરાવા બનશે અને તેના આધારે FIR નોંધવામાં આવશે.
ટ્રાફિકની ગતિવિધિઓ પર નજર રાખવા માટે દિલ્હીમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરાઈ
દાસનામાં ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કંટ્રોલ રૂમ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરતી વખતે નીતિન ગડકરીએ કહ્યું કે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ રૂમથી લોકોને ફાયદો થશે. આ ટેકનોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જાપાન અને ઝૈકાના સહયોગથી બનાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે મેરઠ એક્સપ્રેસ વે પર ટ્રાફિક સંબંધિત ગતિવિધિઓ પર નજર રાખવા માટે દિલ્હીના ડાસનામાં ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કંટ્રોલ રૂમ બિલ્ડિંગની સ્થાપના કરવામાં આવી છે.
નીતિન ગડકરીએ કહ્યું કે પાંચ વર્ષમાં યુપીના રસ્તાઓ અમેરિકન અને યુરોપિયન સ્ટાન્ડર્ડના બનશે.
તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીથી લખનૌને જોડતા એક્સપ્રેસ વેનું ભૂમિપૂજન 10 થી 12 દિવસમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ એક્સપ્રેસ વે લખનૌથી કાનપુર અને કાનપુરથી ગાઝિયાબાદને જોડશે. જે બાદ તે દિલ્હી સાથે જોડાશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં 10 થી 12 દિવસમાં ભૂમિપૂજન કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં 1.5 કરોડથી વધુ કામ થયા છે અને હવે 1.5 લાખ કરોડનું કામ ચાલી રહ્યું છે, જેમાંથી 1 લાખ કરોડ મંજૂર થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર આવી રહી છે અને પછી આપણું બધું કામ થઈ જશે. તેમણે કહ્યું કે આનાથી યુપીમાં ઉદ્યોગ આવશે. તેમણે કહ્યું કે કાનપુરથી લખનૌ એક્સપ્રેસ વેના નિર્માણ બાદ અંતર ઘણું ઓછું થઈ જશે અને કાનપુરથી લખનૌ અથવા લખનૌથી કાનપુર માત્ર 40 મિનિટમાં જઈ શકાશે.