બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કળિયુગનો કપાતર બાપ! 7 વર્ષની સગી પુત્રીની આબરું લૂંટીને હત્યા કરી નાખી, પડોશીને ફસાવ્યો
Last Updated: 10:16 PM, 18 March 2025
'કળિયુગના કપાતર બાપે' ન કરવાનું કામ કરી નાખ્યું છે અને તેના આ કૃત્ય બાદ ચોમેરથી તેની પર ફિટકાર વરસવી રહ્યો છે. યુપીના ગાઝિયાબાદમાં બનેલી એક અતિ આઘાતની ઘટનામાં સગા બાપે તેની 7 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં આરોપીએ આખી ઘટનાનું ખૌફનાક વર્ણન કરી દેખાડ્યું છે.
ADVERTISEMENT
શું બોલ્યો હત્યારો પિતા
પિતાએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે હોળીની રાતે તે દારુના નશામાં હતો. રાતે 3 વાગ્યે તેના પાંચ બાળકો અને પત્ની એક રૂમમાં સૂતા હતા. તેણે તેની સાત વર્ષની પુત્રીને પલંગ પરથી ઉપાડી બીજા રૂમમાં ગયો. તેણે તેના પર બળાત્કાર કર્યો. જ્યારે તે રડવા લાગી, ત્યારે તેણે તેનું ગળું દબાવી દીધું.
ADVERTISEMENT
પડોશી પર નાખ્યો દોષનો ટોપલો
સગી દીકરીની આબરુ લુંટીને તેને મારી નાખીને આરોપી પિતાએ પડોશી પર દોષનો ટોપલો તેને ફસાવ્યો હતો અને તેની પર રેપ-હત્યાનો આરોપ લગાવ્યો હતો જોકે તેનો ઢાંકપિછોડો ઉઘાડો પડી ગયો હતો. પુત્રી સાથે દરિંદગી કર્યાં બાદ સવારે તેણે એક મિત્રને ફોન કરીને કહ્યું કે તેની પુત્રી કઢી ખાધા પછી બીમાર પડી ગઈ છે. તેઓ સગીરાને મોટરસાઇકલ પર સ્થાનિક ક્લિનિકમાં લઈ ગયા. ક્લિનિકના ડૉક્ટરે પરિવારને તેણીને હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. તેઓ તેણીને GTB લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી. આ પછી આરોપીએ તેના અન્ય બાળકોને હોસ્પિટલમાં બોલાવ્યા અને બીમારીનો ઢોંગ કરવાનું કહ્યું. "તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ ડોક્ટરોને જણાવે કે તેમને પેટમાં દુખાવો છે જોકે તપાસમાં કોઈ દુખાવો ન હોવાનું જણાતાં શક વધુ ઘેરો બન્યો.
પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું સત્ય
અંકુર વિહારના ACP અજય કુમાર સિંહે TOI ને જણાવ્યું હતું કે, "આરોપીઓએ GTB હોસ્પિટલમાં છોકરીનું પોસ્ટમોર્ટમ ન ઇચ્છતા હોવાની અરજી રજૂ કરી હતી, અને અમારી પાસે તેના પુરાવા છે. તેના પાડોશીને ફસાવવા માટે, તેણે લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને શાંતિ દેવી સામે FIR નોંધવામાં આવી હતી. તેણીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. આરોપીએ પિતાએ શરુઆતમાં એવું રટણ કર્યાં કર્યું કે તેનું દીકરીનું મોત પડોશીએ રાતે મોકલાવેલી કઢી ખાવાથી થયું છે અને ખરેખર પડોશી શાંતિ દેવીએ કઢી મોકલાવી હતી પરંતુ તેને કારણે કોઈનું મોત થયું નહોતું. પિતાએ આ વાત ઉપજાવી કાઢી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.