બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Ghaziabad: Locals discover four-foot-deep pit under boundary wall of Hindan Air Base; probe launched
Hiralal
Last Updated: 09:57 PM, 11 December 2023
ADVERTISEMENT
દિલ્હીથી 10 કિમી દૂર ગાઝિયાબાદમાં આવેલા એશિયાના સૌથી મોટા એરબેઝ હિંડન નીચેથી 4 ફૂટ ઊંડી ટનલ મળતાં દેશની સુરક્ષા સામે ચિંતા ઊભી થઈ છે. હિંડન એર બેઝની બાઉન્ડ્રી વોલની નીચે ચાર ફૂટ લાંબી ટનલ જોવામાં આવી છે જે બાદ પોલીસને જાણકારી આપવામાં આવી હતી અને તેને માટીથી ઢાંકી દેવામાં આવી હતી. ટનલના ફોટોગ્રાફ્સ બતાવે છે કે હિંડન એર બેઝની બાઉન્ડ્રી વોલનો પાયો તોડીને તેને ખોદવામાં આવી હતી.
आज अज्ञात लोगो #इरशाद कॉलोनी जामा मस्जिद #गरिमा_गार्डन ने राष्ट्र की सुरक्षा के साथ छेड़ छाड़ किया गया #Hindonairport की दीवार के नीचे #सुरंग बनाई गई तुरंत #पुलिस प्रशासन को सिकंदर पुर #साहिबाबाद को लिखित #सूचित किया है लेकिन आय दिन यहां खतरा रहता हे @AaiHindon @Uppolice @aajtak pic.twitter.com/5EIak2mXfA
— Harsh Hindu (@pintu46823047) December 10, 2023
ADVERTISEMENT
ભારત માટે આ એરપોર્ટ કેમ મહત્વનું?
હિંડન એશિયાનું મોટું મોટું એરબેઝ છે. 26/11 દરમિયાન તેને દિલ્હીની સુરક્ષા માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ 'ઓપરેશન દોસ્ત' જેવા માનવતાવાદી હેતુઓ માટે પણ કરવામાં આવ્યો છે, જેણે ભૂકંપગ્રસ્ત સીરિયા અને તુર્કીને રાહત સામગ્રી મોકલી હતી. 1965ના યુદ્ધ બાદ આઇએએફ હોકર હન્ટર્સ સાથે નંબર 7 સ્ક્વોડ્રન હિંડોન શિફ્ટ થઇ ગઇ હતી અને 1969 સુધી ત્યાં જ રહી હતી.
थाना क्षेत्र टीला मोड़ क्षेत्रांतर्गत हिंडन एयर पोर्ट / हिंडन एयर फोर्स बाउंट्री वॉल के पास के एक गढ्ढा मिलने की घटना के संबंध में डीसीपी, ट्रांस हिंडन जोन की वीडियो बाइट। pic.twitter.com/TVUs8wi2wK
— DCP TRANS HINDON COMMISSIONERATE GHAZIABAD (@DCPTHindonGZB) December 11, 2023
એરપોર્ટ બનાવવા પાછળનો હેતુ
આ એરપોર્ટ મુખ્યત્વે સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના હેઠળ સંચાલિત ફ્લાઇટ્સના સંચાલન માટે બનાવવામાં આવ્યું હતું અને તેથી દિલ્હીના એરપોર્ટ પરથી પ્રાદેશિક ફ્લાઇટ્સનું ભારણ ઓછું થાય છે. દેશના આટલા મોટા એરબેઝ નીચેથી ટનલ મળે તે ચિંતા વધારતી વાત છે તે સુરક્ષા સામે પણ પડકાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.