બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / get the cashback on lpg cylinder booking here is the way

ઓફર / LPG સિલિન્ડર પર સબ્સિડી સિવાય જોઈએ છે એકસ્ટ્રા લાભ તો આ રીતે કરો બુકિંગ, ફક્ત 4 દિવસ બાકી

Bhushita

Last Updated: 08:52 AM, 27 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG ગેસ સિલિન્ડર પર સરકાર સબ્સિડી તો આપે છે પણ એ સિવાય તમે એકસ્ટ્રા લાભ ઈચ્છો છો તો તમે અમેઝોનની મદદથી ગેસ બુકિંગ કરી શકો છો. આ માટે તમને 50 રૂપિયાનું કેશબેક મળે છે. આ કેશબેક સરકારની તરફથી મળતી સબ્સિડીથી વધારે હોય છે. યાદ રાખો કે 1 ડિસેમ્બર સુધી જ મળશે આ સ્કીમનો લાભ.

  • ગેસ બુકિંગ પર મેળવો સબ્સિડી સિવાય વધુ ફાયદો
  • અમેઝોનથી બુકિંગ કરાવવા માટે મળશે 50 રૂપિયાનું કેશબેક
  • 1 ડિસેમ્બર સુધી જ મળશે આ સ્કીમનો લાભ

આ રીતે કરો બુકિંગ

સૌ પહેલાં તમામરે અમેઝોન મોબાઈલ એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે મોબાઈલમાં આ એપ છે તો તમે Amazon  પે ઓપ્શનમાં જાઓ. પછી બિલ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો. અહીં ગેસ સિલિન્ડરના વિકલ્પને પસંદ કરો. તેમાં ગેસ સિલિન્ડરનો વિકલ્પ પસંદ કરો. આ પછી ઓપરેટર પસંદ કરો જેમાં તમને Bharat Gas, HP Gas, Indane Gas ના વિકલ્પ મળશે. હવે મોબાઈલ નંબર કે ગેસ આઈડી નાંખો, બુકિંગની પ્રક્રિયા શરૂ થશે અને તમારી બુકિંગ ડિટેલ્સ તમને મળી જશે. 


LPG ગેસ બુકિંગ પર કેશબેક

જો તમે Amazonથી ગેસ બુકિંગ કરો છો તો તમને 50 રૂપિયાનું કેશબેક મળે છે. આ કેશબેક સરકારની મળનારી સબ્સિડી કરતાં અલગ હોય છે. તમે Amazon Pay પરથી Indane, Bharat Gas અને HP ના સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો. આ સાથે જ તમને કેશબેકનો લાભ મળશે. 

કેવી રીતે કરશો પેમેન્ટ

અમેઝોનથી જે સમયે તમે બુકિંગ કરો છો તો તે સમયે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરવા માટે તમારી પાસે જે ઓપ્શન હશે તેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને યૂપીઆઈ પણ સામેલ છે. જો તમારી પાસે અમેઝોન પેમાં રૂપિયા છે તો તમે બુકિંગમાં તેનો ઉપયોગ કરી શકો છો. 

1 ડિસેમ્બર સુધી મળશે આ સ્કીમનો લાભ

અમેઝોનની મદદથી પેમેન્ટ કરો છો તો તમને કન્ફર્મેશન મળશે. ગેસ બુકિંગ થવાથી ગેસ ડિસ્ટ્રીબ્યુટર ગ્રાહકને બુકિંગ આઈડી નંબર મળે છે. આ રીતે ગેસ સિલિન્ડરનું બુકિંગ બાદ તમને કેશબેક મળશે. આ માટે તમારે 3 દિવસ રાહ જોવી પડશે. તો યાદ રાખો કે તમે આ સ્કીમનો ઝડપથી લાભ લઈ શકો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Cash back LPG Subsidy amazon booking gas cylinder અમેઝોન કેશબેક ગેસ બુકિંગ લાભ સબ્સિડી lpg gas cylinder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ