બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Get rid of these 3 important tasks before 30th June, otherwise you will have to pay double fee.
Megha
Last Updated: 05:34 PM, 26 June 2022
ADVERTISEMENT
આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 30 જૂન સુધી તમારે ઘણા જરૂરી કામ પૂરા કરવા જોઈશે. આ મહિને તમારે આધાર-પાન લિન્ક કરાવવા અને ડિમેટ એકાઉન્ટનું KYC કરાવવા પર ઘણી સમસ્યાનો સામનો કરવો પડશે. અમે તમને એવા જ 3 કામ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે 30 જૂન સુધી ફરજિયાતપણએ પૂર્ણ કરવા પડશે.
ADVERTISEMENT
આધાર-પણ કાર્ડ લિન્ક કરો
જો તમે હજુ સુધી આધાર અને પાન કાર્ડ લિન્ક નથી કર્યું તો આ મહીનાની 30 તારીખ પહેલા ફટાફટ લિન્ક કરી દો. જો તમે 30 જૂન પહેલા તમારા આધાર અને પાન કાર્ડને લિન્ક કરાવી દેશો તો તમારે 500 રૂપિયા ફી આપવી પડશે પણ જો તમે તેના પછી 1 જુલાઈએ કરાવશો તો તમારે 1000 રૂપિયા ફી ભરવી પડશે. હાલ તમે સહેલાઈથી ઇન્કમ ટેક્સ પોર્ટલ દ્વારા આધાર અને પાન કાર્ડ લિન્ક કરી શકો છો. આ સિવાય તમે આધાર સેવ કેન્દ્ર પર જઈને પણ તમારું આધાર અને પાન કાર્ડ લિન્ક કરાવી શકો છો.
ડિમેટ એકાઉન્ટનું KYC કરાવો
જો તમારી પાસે તમારું ડિમેટ એકાઉન્ટ છે તો 30 જૂન સુધી તમારે તેનું KYC કરાવવું પડશે. જો 30 જૂન સુધી તમારા એ ડિમેટ એકાઉન્ટનું KYC ન થયું તો તમારું એ એકાઉન્ટ ડીએક્ટિવ થઈ જશે અને તમે એ એકાઉન્ટ દ્વારા સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી શેર ખરીદી લે તો પણ શેર એકાઉન્ટમાં એ પૈસા ટ્રાન્સફર નહીં થઈ શકે. સ્ટોક માર્કેટનું કોઈ પણ કામ KYC પૂર્ણ થશે ત્યારે પછી જ થશે.
રાશન કાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરો
જો તમે રાશન કાર્ડ દ્વારા સરકારી યોજનાઓ પર રાશન મેળવી રહ્યા છો તો ફટાફટ તમારું રાશન કાર્ડ તમારા આધારકાર્ડ સાથે લિન્ક કરો. રાશન કાર્ડ દ્વારા સરકારી યોજનામાંથી રાશન મેળવનાર લોકોએ પોતાનું રાશન કાર્ડ આધારકાર્ડ સાથે લિન્ક કરાવવું ફરજિયાત બની ગયું છે. રાશન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના સરકાર લાગુ કરવા માંગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT