એક રાતમાં જ કરો ચહેરા પરથી ખીલ દૂર, જાણો કઈ રીતે 

By : vishal 10:32 AM, 16 April 2018 | Updated : 10:32 AM, 16 April 2018
પાર્ટીમાં પહોંચવા પહેલા તમારા ચહેરા પર કોઈ ખીલ દેખાશે તો તમારું મૂડ ખરાબ થઇ જશે, પરંતુ આ ઘરેલુ ઉપાય કરવાથી રાતોરાત તેનાથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાય રાતોરાત તમારા ખીલ મટાડવામાં તમારી મદદ કરશે. તો ચાલો તમને જણાવીએ આ ઘરેલુ ઉપાય વિશે.

ટૂથપેસ્ટ:
ટૂથપેસ્ટ ખીલ પર લગાવવાથી તે દૂર થઇ જાય છે. શરૂઆતમાં ખીલને ઠંડા પાણીથી ધોઈ ત્યારબાદ સૂકા કાપડથી તેને લીચી 20 થી 30 મિનિટ સુધી ટૂથપેસ્ટ લગાવીને રાખો અને ફરીથી તેને ધોઈ લેવાથી તમને છુટકારો મળી શકે છે.

મધ અને તજ:
તજને પીસી મધમાં નાખી અને તેનો માસ્ક તૈયાર કરો. ત્યારબાદ તેને અડધા કલાક માટે ખીલ પર લગાવી ધોઈ દો. આવું કરવાથી તમને રાતોરાત ખીલથી છુટકારો મળશે.

લવિંગ અને લસણ:
જો તમે તેની દુર્ગંધ સહન કરી સકતા હોવતો આ એક ખૂબ અસરકારક ઉપાય છે. લવિંગ અને લસણને પીસી પેસ્ટ તૈયારકરો અને તેને ખીલ પર લગાવી આખી રાત રહેવા દો. આવું કરવાથી તમને ખુબ જ ફાયદો થશે. 

સફરજન:
સેઈડર વેન્ગર એટલે કે, સફરજનના રસ એક રાત દરમિયાન ખીલને સૂકવી દેશે. રૂ ને સફરજનના રસમાં બોળી ખીલ પર લગાવી ઊંઘી જાઓ સવારમાં તેનું પરિણામ તમારી સામે હશે.Recent Story

Popular Story