બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Get ready, the government will give 3 gifts to government employees at once in July, find out the details

રિપોર્ટમાં દાવો / થઈ જાવ તૈયાર, જુલાઈમાં સરકારી કર્મચારીઓને એકીસાથે 3 ભેટ આપશે સરકાર, જાણો ડિટેલ્સ

Hiralal

Last Updated: 06:11 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર જુલાઈમાં તેના કર્મચારીઓને 3 મોટી ભેટ આપવા જઈ રહી છે તેવું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

  • જુલાઈમાં મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપશે 3 ભેટ
  • સરકાર ચુકવી શકે 18 મહિનાનું ડીએ એરિયર્સ
  • કર્મચારીઓને ડીએમાં 4થી 5 ટકાનો વધારો મળી શકે
  • કર્મચારીઓના ખાતામાં પીએફના વ્યાજના પૈસા જમા કરાવશે 

જુલાઇમાં સરકાર પોતાના કર્મચારીઓને ત્રણ મોટી ભેટ આપે તેવી શક્યતા છે. સરકાર કર્મચારીઓના પગાર વધારવાથી લઈને બાકી ચૂકવણી સુધીની યોજના પર કામ કરી રહી છે. જણાવવામાં આવ્યું છે કે ડીએ વધારાની સાથે જ બાકી રહેલા ડીએની ચુકવણી અને પીએફ પર વ્યાજની રકમ પણ સરકારી કર્મચારીઓના ખાતામાં જમા કરાવી શકાય છે. કર્મચારીઓને હજુ સુધી 18 મહિનાનું ડીએ મળ્યું નથી, કોરાનાને કારણે સરકારે તેને અટકાવી દીધું હતું. 

સરકાર ચુકવી શકે 18 મહિનાનું ડીએ એરિયર્સ
મીડિયા રીપોર્ટ અનુસાર, સરકાર આવતા મહિને કેન્દ્રીય કર્મચારીઓના ડીએની બાકી નીકળતી રકમ ચૂકવી શકે છે. જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીમાં, કુલ 18 મહિનાનું ડીએ એરિયર્સ બાકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓ એક સમયે 2 લાખ રૂપિયાનું બાકી ડીએ એરિયર્સ મેળવી શકે છે. 

ડીએમાં 4થી 5 ટકાનો વધારો 
સરકાર જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. વધતી મોંઘવારીને જોતા કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓના ડીએમાં 4થી 5 ટકાનો વધારો કરી શકે છે. હાલ કર્મચારીઓને 34 ટકાના દરે ડીએ મળી રહ્યું છે. સરકારે આ વર્ષે માર્ચમાં ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો. 

સરકાર જુલાઈમાં કર્મચારીઓના ખાતામાં પીએફના વ્યાજના પૈસા જમા કરાવશે 
સરકારે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના વ્યાજદર પર પોતાની મહોર લગાવી દીધી છે. નાણાકીય વર્ષ 2021-22 માટે ઇપીએફ પર વ્યાજ દર 8.01 નક્કી કરવામાં આવ્યો છે. ગત નાણાકીય વર્ષમાં પીએફમાં 8.5 ટકા વ્યાજ મળતું હતું. વ્યાજ દર ઘટવાથી 6 કરોડથી વધુ નોકરીયાત લોકોને આંચકો લાગ્યો છે. આશા છે કે સરકાર જુલાઈમાં કર્મચારીઓના ખાતામાં પીએફના વ્યાજના પૈસા નાખશે. મે મહિનામાં રિટેલ ફુગાવો 7.04 ટકા હતો, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 2થી 6 ટકા નક્કી કરેલા લક્ષ્યાંક કરતાં વધારે છે. જો સરકાર ડીએમાં વધારો કરશે તો 50 લાખથી વધુ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને તેનો લાભ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ