બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Get ready: From 'Gadar 2' to 'Singham 3', several sequels are coming back to rock the screens.

બોલિવુડ / તૈયાર થઇ જાઓ: 'ગદર-2'થી લઇને 'સિંઘમ 3' જેવી અનેક સિક્વલ ફરી આવી રહી છે પડદા પર ધૂમ મચાવવા

Megha

Last Updated: 01:50 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે પણ બોલીવૂડમાં ઘણી સિક્વલ ફિલ્મો ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ લિસ્ટમાં ગદર 2, ઓહ માય ગોડ 2, સિંઘમ 3 જેવી ફિલ્મોના નામ સામેલ છે.

  • 'ગદર એક પ્રેમ કથા' 2001માં રિલીઝ થઈ હતી
  • અક્ષય કુમાર આ વર્ષે ઓહ માય ગોડ 2 સિક્વલ લઈને આવે છે
  • ફુકરે 3 આ વર્ષે 7મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે

દર વર્ષે બોલિવૂડ ફિલ્મોની કોઈને કોઈ સિક્વલ રિલીઝ થાય છે. ઘણી વખત આ સિક્વલને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળે છે. ઘણીવાર દર્શકો આ ફિલ્મોને પસંદ નથી કરતા. આ વર્ષે પણ બોલીવૂડમાં ઘણી સિક્વલ ફિલ્મો ધૂમ મચાવવા માટે તૈયાર છે. આવો જોઈએ આ લિસ્ટમાં કઈ-કઈ ફિલ્મોના નામ સામેલ છે.

ગદર 2
સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર 'ગદર એક પ્રેમ કથા' 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 76.88 કરોડની કમાણી કરી હતી. હવે 22 વર્ષ બાદ તેની સિક્વલ મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ 'ગદર 2' 11 ઓગસ્ટ 2023ના   રિલીઝ થશે. 

ઓહ માય ગોડ 2
અક્ષય કુમાર અને પરેશ રાવલની ઓહ માય ગોડ 2012માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું નેટ ઈન્ડિયા બોક્સ કલેક્શન 81.46 કરોડ હતું. અક્ષય કુમાર આ વર્ષે આ ફિલ્મની સિક્વલ લઈને આવે છે. ફિલ્મને લઈને ખૂબ જ શાનદાર માહોલ છે. જો કે તેની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી.

ફુકરે 3
ફિલ્મ ફુકરે (2013) અને ફુકરે રિટર્ન્સ (2017) ના ચાહકો હવે ફુકરે 3 જોવા માટે ઉત્સાહિત છે. ફુકરેનું બજેટ 8 કરોડ હતું, જ્યારે તેણે 49 કરોડની કમાણી કરી હતી.   જ્યારે ફુકરે રીટર્ન્સે 80.32 કરોડની કમાણી કરી હતી. ફુકરે 3 આ વર્ષે 7મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

સિંઘમ 3
સિંઘમ અને સિંઘમ રિટર્ન્સ બોલિવૂડની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. અજય દેવગનની બંને ફિલ્મોએ શાનદાર કલેક્શન કર્યું છે. સિંઘમે 100.30 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ સિંઘમ રિટર્ન્સે 140.62 કરોડની કમાણી કરી હતી. 'સિંઘમ' અને 'સિંઘમ રિટર્ન્સ' પછી અજય દેવગન અને રોહિત શેટ્ટીની જોડી 2023માં 'સિંઘમ 3' સાથે ધૂમ મચાવવા આવી રહ્યા છે.

ટાઈગર 3
સલમાન ખાન, કેટરિના કૈફ સ્ટારર એક થા ટાઈગર 2012માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું નેટ ઈન્ડિયા બોક્સ કલેક્શન 198.78 કરોડ હતું. જ્યારે ટાઈગર ઝિંદા હૈનું કલેક્શન 339.16 કરોડ હતું. સલમાન ખાનની ફિલ્મના બંને ભાગને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. હવે ચાહકો ટાઈગર 3ની રાહ જોઈ રહ્યા છે. ટાઈગર 3 આ વર્ષે દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે.

ડ્રીમ ગર્લ
આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ડ્રીમ ગર્લ 2019માં રિલીઝ થઈ હતી, ફિલ્મે 142.26 કરોડનું કલેક્શન કર્યું હતું. ડ્રીમ ગર્લની સફળતા બાદ હવે ફેન્સ ડ્રીમ ગર્લ 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 29 જૂન 2023ના રોજ રિલીઝ થશે.

ઓહ માય ગોડ હોય કે સિંઘમ આ બધી ફિલ્મોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. જોવાનું એ રહેશે કે તેમની સિક્વલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે કે નહી.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Movies Singham 3 gadar 2 ગદર 2 Bollywood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ