બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેન મુસાફરી દરમિયાન માત્ર 45 પૈસામાં જ મળે 10 લાખ સુધીનો વીમો, મોટાભાગના મુસાફરો અજાણ
Last Updated: 10:42 PM, 18 June 2024
ભારતીયો લાંબી મુસાફરી માટે આજે પણ રેલવે પર ભરોષો કરે છે. રેલવેમાં આજે પણ સસ્તામાં મુસાફરી કરી શકાય છે. લાખો લોકો રેલવેની સુવિધાનો લાભ લે છે. પરંતુ આ સાથે રેલવેમાં દુર્ઘટના કિસ્સા પણ સામે આવતા રહે છે. જેમાં કેટલાક કિસ્સામાં તો મોટા પાયે પણ જાનહાનિ થતી હોય છે. પણ ખૂબ ઓછા લોકોને એ વાતની જાણ હશે કે રેલવેની ઓનલાઇન ટિકિટ બુકિંગ એપ IRCTCમાં 45 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે.
ADVERTISEMENT
આ રીતે મળશે લાભ
જ્યારે તમે IRCTCની વેબસાઈટ પર ટિકિટ બુક કરાવો છો ત્યારે "ટ્રાવેલ ઇન્શ્યોરન્સ"નો વિકલ્પ બાય ડિફોલ્ટ તરીકે મળે છે. જો તમે ઇન્શ્યોરન્સ લેવા ના ઈચ્છતા હોય તો "No" વિકલ્પ પસંદ કરવો. જો રેલવેમાં મુસાફરી વખતે કોઈ અકસ્માત થઈ જાય તો તમને ઇન્શ્યોરન્સનો લાભ મળશે. આ વીમો કોઈ પણ પ્રકારના નુકશાનનું વળતર આપે છે. રેલવે અકસ્માતના 4 મહિનામાં ક્લેમ કરી શકો છો.
ADVERTISEMENT
નોમિની ડિટેઈલ્સ ભરવી જરૂરી
તમે IRCTC પર ટિકિટ કરાવો છો ત્યારે બાદ તમારા નંબર કે ઈ-મેઇલ પર ઇન્શ્યોરન્સથી જોડાયેલ મેસેજ મોકલવામાં આવે છે. તેમાં આપેલી એક લિંકમાં તમારી નોમિનીની ડિટેઈલ્સ ભરવાની હોય છે. જેમાં પરિવારના કોઈ સભ્યનું નામ, મોબાઈલ નંબર, બર્થ ડેટ, સંબંધ, ઈ-મેઈલની માહિતી ભરવી. આ વિગત ભરવી જરૂરી હોય છે. જો કોઈ અકસ્માત થાય તો ઇન્શ્યોરન્સ ક્લેમ કરવામાં કોઈ મુશ્કેલી નથી આવતી.
આટલી મળે છે ઇન્શ્યોરન્સની રકમ
કોને મળે છે લાભ?
IRCTCમાં નવા ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો ફાયદો માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે. તેનો લાભ વિદેશી નાગરિકોને નથી આપવામાં આવતો. આ સિવાય કાઉન્ટરથી ટિકિટ ખરીદનાર અને જનરલ કોચમાં મુસાફરી કરનારને પણ તેનો લાભ નથી મળતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT