બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Get Ambaji Mohanthal-Cheeky Prasad easily at home

સુવિધા / ઘરે બેઠાં સરળ રીતે મેળવો અંબાજીનો મોહનથાળ-ચીકીનો પ્રસાદ,જાણો પ્રોસેસ

Vishal Khamar

Last Updated: 02:02 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસ અગાઉ અંબાજી ખાતે જગત જનની મા અંબાના દર્શન અને પૂજા- અર્ચના કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી પ્રસાદની ઓનલાઈન સેવાનો કરાવ્યો પ્રારંભ
  • માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઇન મળી રહે તે માટે કુલ ફિલમેન્ટ સેન્ટરની શરૂઆત
  • ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું 

 

રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ-વિદેશમાં રહેતા માઈભક્તોને પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા શરૂ કરાઇ છે. આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાતથી દશ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે. આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઇન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે. જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે. આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે.

આવો જાણીએ ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

  • સૌ પ્રથમ તો www.ambajitemple.in સર્ચ કરશો એટલે હોમપેજ ખુલશે.
  • જેમાં પ્રસાદનું ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરશો એટલે મોહનથાળ અને ચીકી બે ઓપ્શન આવશે
  • ત્રીજા સ્ટેપમાં ખરીદી પર ક્લિક કરતા Sign UP કરવાનું રહેશે. જેમાં વિગતો ભર્યા બાદ એક OTP આવશે. 
  • ચોથા સ્ટેપમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ નાંખી Login કરવાનું રહેસે. 
  • પાંચમાં સ્ટેપમાં પ્રસાદની કિંમત, ડીલીવરી ચાર્જ, તારીખ અને એડ્રેસ બતાવશે. 
  • છઠ્ઠા સ્ટેપમાં એડ ન્યૂ એડ્રેસમાં નામ-સરનામાી વિગતો એડ કરવાની રહેશે. 
  • જે બાદ સાતમાં અને છેલ્લા સ્ટેપમાં ઓનલાઈન પેમેન્ટ કરતા આપનો ઓર્ડર કન્ફર્મ થઈ જશે. 

        આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

 

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Prasad News Banaskantha Future Devotees Launch of Online Service અંબાજી પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ ઓનલાઈન સેવાનો પ્રારંભ બનાસકાંઠા banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ