આ સ્ટેપ્સને ફૉલો કરીને ફ્રીમાં આ રીતે મેળવો Amazon Primeની મેમ્બરશિપ

By : juhiparikh 02:13 PM, 12 January 2018 | Updated : 02:13 PM, 12 January 2018
જો તમે પણ એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપ ફ્રીમાં લેવા ઇચ્છો છો તો આ ઑફર તમારા માટે  જ છે. વાસ્તવમાં, દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની એરટેલ અને ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોનની વચ્ચે પાર્ટનરશિપ થઇ છે, જે હેઠળ આ ઑફર આપવામાં આવી રહી છે. એમેઝોનની ફ્રી મેમ્બરશિપ માટે સામાન્ય રીતે 999 રૂપિયા આપવાના હોય છે, જેનો ફાયદો એ છે કે મંગાવેલા તમામ સામાન પર ડિલિવરી ચાર્જ આપવાનો રહેતો નથી અને મોટેભાગે સામાન એક દિવસમાં આવી જાય છે. એટલું જ નહી મેમ્બરશિપને કારણે પ્રાઇમ વીડિયોમાં ફ્રીમાં ફિલ્મો અને ટીવી શો જોઇ શકાય છે. ત્યાં ઘણા એવા વીડિયોઝ અને શો એવા હોય છે જે તમે બીજે ક્યાંય નહી જોવા મળે.

એરટેલ આ સુવિધા માત્ર પોસ્પપેડ કનેક્શન ધરાવતા યૂઝર્સ માટે લાવ્યુ છે, જે યૂઝર્સ એરટેલના  499, 799 અને 1199 રૂપિયાના પ્લાનમાંથી કોઇ પણ યૂઝ કરે છે, તે આ ઑફરનો ફાયદો ઉઠાવી શકે છે.

જાણો કઇ રીતે થશે એક્ટિવ:
એરટેલના પોસ્ટપેડ યૂઝર્સને સૌથી પહેલા એન્ડ્રોઇડ/iOSથી એરટેલ ટીવી એપ ડાઉનલોડ કરવાની રહેશે.

ડાઉનલોડિંગ પછ, તેના પર યૂઝરે પોતાનો પોસ્ટપેડ નંબર રજિસ્ટર કરાવવો રહેશે.

જ્યારે એપ ઑપન થશે ત્યાંરે એક મેસેજ આવશે જેના પર પ્રાઇમ વીડિયા જૉઇન કરવાનું કહેવામાં આવશે.

તે પર ક્લિક કર્યા પછી એક નવું પેજ ઑપન થશે, જ્યાં તમને એમેઝોનથી જોડાયેલી કેટલીક જાણકારી ભરવાની રહેશે, જે પછી ફ્રીમાં મેમ્બરશિપ શરૂ થઇ જશે.Recent Story

Popular Story