Get all your favorite cars at very cheap prices, this company has announced big discount
ઓફર /
તમારી બધી ફેવરિટ કાર મળી રહી છે સાવ સસ્તામાં, આ કંપનીએ જાહેર કર્યું કડક ડિસ્કાઉન્ટ
Team VTV01:19 PM, 11 Jan 22
| Updated: 01:20 PM, 11 Jan 22
દિગ્ગજ વાહન નિર્માતા કંપની TATA Motors એ નવા વર્ષના પહેલા મહિનામાં કાર ખરીદનારા ગ્રાહકો માટે ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
ટાટા કંપનીએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત
કાર પર મળી શકે 85000 રૂપિયા સુધીની ઑફર્સ
રૂ. 5,000થી 25,000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ\
જો તમે આ જાન્યુઆરીમાં ટાટા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને 85000 રૂપિયા સુધીની ઑફર્સ મળી શકે છે. જે સામાન્ય માણસ માટે ઘણી મોટી કિંમત છે. જે કાર પર આ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, તેમની કિંમત 4.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જાન્યુઆરી મહિના માટે, ટાટા ડીલરશિપ્સ હેરિયર અને સફારી SUV, ટિગોર કોમ્પેક્ટ સેડાન, ટિયાગો અને અલ્ટ્રોઝ હેચબેક અને નેક્સોન કોમ્પેક્ટ SUV સહિત વિવિધ મોડલ્સ પર રોકડ ડિસ્કાઉન્ટ અને અન્ય ઑફર્સ ઓફર કરી રહી છે. તો ચાલો જાણીએ કે ટાટા કયા મોડલ્સ પર આ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે અને આનાથી તમે કેટલા પૈસાની બચત કરી શકો છો.
Tata Harrier
સૌ પ્રથમ, જો આપણે ટાટા હેરિયર વિશે વાત કરીએ, તો આ મહિના દરમિયાન વર્ષ 2021નું મોડેલ હેરિયરને રૂ. 60,000 સુધીના રોકડ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ સાથે ખરીદી શકાય છે, જ્યારે વર્ષ 2022નું મોડેલ હેરિયર રૂ. 40,000ના એક્સચેન્જ બોનસ સાથે ઉપલબ્ધ છે. આ સિવાય હેરિયર પર 25,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ છે. આ રીતે, 2021નું મોડલ ખરીદીને કુલ 85000 રૂપિયા સુધીની બચત કરી શકાય છે.
Tata Safari
ટાટા સફારી વિશે વાત કરીએ તો, 2021 સફારીના તમામ વેરિઅન્ટ્સ પર તમે એક્સચેન્જ બોનસ અને રૂ. 60,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ખરીદદારો 2022 મોડલ વર્ષ માટે રૂ. 40,000 સુધીનું એક્સચેન્જ બોનસ મેળવી શકે છે.
Tata Tigor
ત્યારે ટાટા ટાઈગર ડીલરશીપ 2021 ટિગોર અને 2022 ટિગોર પર રૂ. 25,000 અને રૂ. 20,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ ઓફર કરી રહી છે. આ સાથે 10,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
Tata Tiago
ત્યારે વર્ષ 2021 નું મોડલ ટિયાગો 25,000 રૂપિયાની ઓફર સાથે રજૂ કરવામાં આવી રહી છે, જ્યારે વર્ષ 2022ના મોડલ પર 20,000 રૂપિયા સુધીની ઓફર છે. આ મહિને ટિયાગો પર 5,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે.
Tata Nexon
ટાટા નેક્સોન વિશે વાત કરીએ તો, આ મહિને વર્ષ 2021 ના મોડલ નેક્સોન ડીઝલ પર 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી શકે છે. આ સિવાય પેટ્રોલ પર 5,000 રૂપિયા અને નેક્સોન ડીઝલ પર 10,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ છે.
Tata Altroz
જાન્યુઆરી 2022ના મોડલ માટે, ટાટા ડીલરશિપ્સ અલ્ટ્રોઝ ડીઝલ પર રૂ. 10,000 સુધી અને પેટ્રોલ પર રૂ. 7,500 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.