georgia model accidentally shot herself in her vagina while shooting a video
ભૂલ પડી ભારે /
બેડરૂમમાં છોકરીએ Vaginaમાં મારી ગોળી, પોલીસ પહોંચી તો સામે આવ્યું ચોંકાવનારું કારણ
Team VTV01:43 PM, 26 Nov 21
| Updated: 02:31 PM, 26 Nov 21
ફિલ્મોના શુટીંગ દરમ્યાન ઘાયલ થવાની ઘટનાઓ સામાન્ય છે. પરંતુ જ્યોર્જિયામાં વીડિયો રેકોર્ડિંગ દરમ્યાન એક એવી ઘટના બની. જે ચર્ચાનો વિષય બની ગયો છે.
જ્યોર્જિયામાં મૉડલે ભૂલથી ફાયરિંગ કર્યુ ગોળી તેની વજાઈનામાં વાગી
ફાયરિંગ વખતે મૉડલ પોતાના બેડરૂમમાં એકલી હતી
મૉડલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી
ભૂલથી ફાયરિંગ થયુ અને ગોળી તેની વજાઈનામાં વાગી
જ્યોર્જિયામાં લૉરેન હન્ટર દમન નામની વેબકૈમ મોડલ ઘરની અંદર વીડિયો રેકોર્ડિંગ કરી રહી હતી. આ દરમ્યાન તેના હાથમાં એક ગન હતી. એક વેબ પોર્ટલની રિપોર્ટ મુજબ, રેકોર્ડિંગ કરતી વખતે ભૂલથી ફાયરિંગ થયુ અને ગોળી તેની વજાઈનામાં વાગી. પોલીસના જણાવ્યાં અનુસાર, ઘટના 9 નવેમ્બરની છે. ફાયરિંગ થયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ત્યારબાદ ત્યાં જે જોવા મળ્યું તેનાથી લોકો હેરાન થઇ ગયા. ફ્લોર પર લોહી વહી રહ્યું હતુ. બીજી તરફ મૉડલ દુ:ખાવાથી તડપતી હતી.
ફાયરિંગ વખતે બેડરૂમમાં એકલી હતી મૉડલ
રિપોર્ટ મુજબ, મૉડલે ભૂલથી ગોળી ચલાવી હતી. 27 વર્ષીય મૉડલનું નામ લૉરેન હન્ટર દમન છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે પોતાના બેડરૂમની અંદર એકલી હતી. જ્યારે 9 મિમીની ગનથી ગોળી ચાલી હતી. તો ત્યાં રહેનારા જૉર્ડન એલને જણાવ્યું કે તેમની પાસે ગન છે. તેમણે જેવો ગોળીનો અવાજ સાંભળ્યો કે તરત જ બેડરૂમ તરફ ભાગ્યા. એલને કહ્યું કે ફ્લોર પર લોહી વહી રહ્યું હતુ. નજીકમાં રહેલી મૉડલ દુ:ખાવાથી તડપતી હતી અને ભૂલથી ગોળી ચલાવવા માટે માફી માંગી રહી હતી. તેમણે અધિકારીઓને કહ્યું કે મહિલાની પાસે ચૈટર નામનું એક વેબ પ્લેટફોર્મ છે, જેમાં તે પોતાના વીડિયો મુકે છે અને લોકો વીડિયો જોવા માટે રૂપિયા ચૂકવે છે. બીજા એક વ્યક્તિએ પણ જણાવ્યું કે મૉડલે જાતે ગોળી મારી હતી.
કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી
બીજા એક રિપોર્ટ મુજબ, અધિકારીઓનું માનવુ છે કે તે જે વેબ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, તેને ચેટરબેટ કહેવામાં આવે છે. આ એક લોકપ્રિય એડલ્ટ સાઈટ છે. જોકે, હજી સુધી સ્પષ્ટતા થઇ નથી કે ફાયરિંગ વખતે મૉડલ લાઈવ રેકોર્ડિંગ તો નહોતી કરતીને. કારણકે જો આવુ થયુ હોય તો બાદમાં તે આ વીડિયોને પોતાની સાઈટ પર મુકી શકે છે. અત્યારે ફાયરિંગ બાદ મૉડલને તેના ઘરમાંથી હોસ્પિટલ લઇ જવામાં આવી. અધિકારીઓએ તેને બેદરકારી ગણાવી. એવી અટકળો લગાવવામાં આવી છે કે આ અંગે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.