બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / પતિ સાથે એવું શું બન્યું કે USમાં રહેતી પત્નીએ કંપની વિરૂદ્ધ માંડ્યો 7 મિલિયન ડોલરનો દાવો, જાણો કારણ
Last Updated: 12:08 PM, 12 September 2024
સ્મિર્નામાં કોર્પોરેટ પ્લાઝા પર આવેલી કેન્ડલવુડ સ્યુટ્સ હોટલનું બાંધકામ ચાલુ હતું ત્યારે નવેમ્બર 2022માં હોટલના માલિક નિલેશ ઉર્ફ નીલ પટેલ અને એક પ્લમ્બર પાંચમા માળના મેન્ટેનન્સ રૂમની અંદર બ્લાસ્ટ થવાને કારણે ગંભીર રીતે દાઝી ગયા હતા. થોડા દિવસો બાદ નીલ પટેલનું મૃત્યુ થયું હતું, જે બાદ એમના પત્નીએ એટલાન્ટા ગેસ કંપનીઓને જવાબદાર ગણાવીને કેસ કર્યો હતો.
ADVERTISEMENT
નીલ પટેલના પત્ની દિના પટેલે પોતાના પતિના મોતના એક વર્ષ અને આઠ મહિના બાદ લૉસ્યૂટમાં ગેસ સપ્લાય ડિસ્ટ્રિબ્યૂટ કરતી પર આરોપ મૂક્યો છે કે તેની બેદરકારીને કારણે ગેસ લીકની આ ઘટના બની હતી જેમાં તેમના પતિનું મોત થયું હતું અને એ ગેસ ડિસ્ટ્રિબ્યૂશન કંપની સામે સાત મિલિયન ડોલરનો દાવો કર્યો છે.
ADVERTISEMENT
દીના પટેલે સધર્ન કંપની, સધર્ન કંપની ગેસ, એટલાન્ટા ગેસ લાઇટ અને ગેસ સાઉથ સામે 30 ઑગસ્ટના રોજ ફુલટન કાઉન્ટી સ્ટેટ કોર્ટમાં દાવો દાખલ કર્યો, આરોપ લગાવ્યો કે તેઓ હોટલને પૂરા પાડવામાં આવતા ગેસને યોગ્ય રીતે ગંધ ભેળવવામાં નિષ્ફળ ગયા અને ગેસ લીક થયો ત્યારે તેની ગંધ ન આવવાને કારણે આ અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં નીલ પટેલ ખરાબ રીતે દાઝી ગયા હતા અને એ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે 10 અઠવાડિયા સુધી એમની ટ્રીટમેન્ટ ચાલી હતી જે બાદ એમનું મૃત્યુ થયું હતું. એમના પત્ની દીના પટેલનું કહેવું છે કે આ માટે એટલાન્ટા ગેસ કંપનીઓને જવાબદાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.