બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શપથ ગ્રહણ જોવા ગયાં અને બની ગયા મંત્રી, આ નેતાને દલ્લો હાથ લાગ્યો, કોણ છે?

દિલ્હી / શપથ ગ્રહણ જોવા ગયાં અને બની ગયા મંત્રી, આ નેતાને દલ્લો હાથ લાગ્યો, કોણ છે?

Last Updated: 04:46 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીના શપથ ગ્રહણનો એક ખાસ કિસ્સો હવે સામે આવ્યો છે જેમાં શપથ જોવા ગયેલા એક નેતા મંત્રી બની ગયા.

પ્રધાનમંત્રી મોદીની નવી સરકારનો શપથ ગ્રહણ પૂરો થઈ ગયો છે નવા મંત્રીઓ કામે પણ લાગી ગયાં છે. શપથ ગ્રહણનો એક નસીબદાર કિસ્સો સામે આવ્યો છે. કેરળના ભાજપ નેતા જ્યોર્જ કુરિયન હકીકતમાં મોદી સરકારનો શપથ ગ્રહણ જોવા માટે દિલ્હી આવ્યાં હતા પરંતુ તેમને છેલ્લી ઘડીએ મંત્રી બનાવાનો નિર્ણય લેવાયો અને તેમને તે જ દિવસે શપથમાં હાજર રહેવાનું પણ કહી દેવાયું.

જ્યોર્જ કુરિયન લોકસભા કે રાજ્યસભાના સભ્ય નથી

ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં કોઈપણ મુસ્લિમ નેતાને સ્થાન મળ્યું નથી પરંતુ 72 મંત્રીઓમાં લઘુમતી સમુદાયના 5 મંત્રીઓ છે. આ મંત્રીઓમાંથી એક જ્યોર્જ કુરિયનની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેઓ લોકસભા કે રાજ્યસભાના સભ્ય નથી. આ પછી પણ તેઓ લઘુમતી કલ્યાણ રાજ્ય મંત્રી છે. તે કેરળના વતની છે અને ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે. તેમને મંત્રીપદ આપવા પાછળનું કારણ કેરળમાં ખ્રિસ્તીઓને આકર્ષવાની ભાજપની રણનીતિ હોવાનું કહેવાય છે.

જ્યોર્જ કુરિયન શું બોલ્યાં

જ્યોર્જ કુરિયને ખુદ કહ્યું કે તેઓ મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બનવા શનિવારે સાંજે દિલ્હી આવ્યા હતા. રવિવારે સવારે જ્યારે તેમને ખબર પડી કે તેઓ પણ મંત્રી પદના શપથ લેશે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

જ્યોર્જ કુરિયનને કેમ મંત્રી બનાવાયાં

લોકસભા કે રાજ્યસભાના સભ્ય ન હોવા છતાં પણ જ્યોર્જ કુરિયનને મંત્રી બનાવવા પાછળ ખાસ કારણ છે. તેઓ ભાજપ પ્રત્યે વફાદાર રહ્યા છે. તેઓ આરએસએસના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા છે. આ સિવાય તેઓ દાયકાઓથી ભાજપમાં સક્રિય છે. તેથી, તેમને તક આપવી એ પણ વફાદારીનું પુરસ્કાર છે. આ સિવાય પાર્ટી ખ્રિસ્તી સમુદાયમાં એક એવા નેતાને તૈયાર કરવા માંગે છે જે પોતાની વિચારધારામાં ઉછરેલા હોય.

વધુ વાંચો : ભાજપે મોટા મંત્રાલયો પોતાની પાસે જ રાખ્યાં, જાણો NDAના સાથીઓને શું મળ્યું?

લઘુમતી સમાજ માટે કામ કરીશ

મંત્રી બન્યાં કુરિયને કહ્યું કે મને લઘુમતી મંત્રાલયની જવાબદારી મળી છે, જેમાં હું પૂરી ગંભીરતાથી કામ કરીશ. હું મારા સમુદાય સહિત સમગ્ર લઘુમતી સમાજના કલ્યાણ માટે કામ કરીશ.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi new cabinet Modi Cabinet Swearing ceremony George Kurien
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ