બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું આફ્રિકાની જેમ ભારત પણ બે ટુકડામાં વહેંચાઈ જશે? ધરતી નીચેથી ખસી રહી છે પ્લેટ, વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ

એલર્ટ! / શું આફ્રિકાની જેમ ભારત પણ બે ટુકડામાં વહેંચાઈ જશે? ધરતી નીચેથી ખસી રહી છે પ્લેટ, વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ

Last Updated: 03:28 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરેશિયન અને ભારતીય પ્લેટોની અથડામણથી પડી રહેલી અસર પર વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છે. તાજેતર નો અભ્યાસ સૂચવે છે કે ભારતીય પ્લેટના ભાગો પૃથ્વીની નીચે તૂટી રહ્યા છે જે તેને બે ભાગમાં વિભાજીત કરી શકે છે. આફ્રિકન ખંડ પણ આવી જ પ્રક્રિયા દ્વારા બે ભાગમાં વિભાજિત થયો હતો.

વિશ્વના સૌથી ઊંચા પર્વત શિખરો ધરાવતા હિમાલયે હંમેશા ભૂસ્તરશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કર્યા છે. પરંતુ તેના આકાશને સ્પર્શતા શિખરોથી ખૂબ નીચે, ભૂગર્ભમાં એક ખળભળાટ ચાલી રહ્યો છે, જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો ધીમે ધીમે અથડાઈ રહી છે. 60 મિલિયન વર્ષો પહેલા શરૂ થયેલા આ ભૂસ્તરશાસ્ત્રીય અથડામણથી આ ઊંચા શિખરો બન્યા. તાજેતરના સંશોધનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ભારતીય પ્લેટ તૂટતી રહી છે. આનો અર્થ એ થયો કે ભારતની ભૂમિને બે ટુકડામાં વહેંચી શકાય છે. આફ્રિકા એશિયાથી અલગ થયું ત્યારે પણ આમ બન્યું હતું. તે પહેલા ભારતીય ઉપખંડનો એક ભાગ એશિયા સાથે જોડાયેલો હતો.

ભારતીય પ્લેટ તૂટી રહી છે?

યુરેશિયન અને ભારતીય પ્લેટોની અથડામણ દરમિયાન થતા વર્તન પર વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છે. ગાઢ સમુદ્રી પ્લેટોથી વિપરીત, ભારતીય પ્લેટ જેવી ખંડીય પ્લેટો પૃથ્વીના આવરણમાં ડૂબી જવા પ્રતિકાર કરે છે. તાજેતરના અભ્યાસો સૂચવે છે કે ભારતીય પ્લેટના કેટલાક ભાગો અલગ થઈ શકે છે. આને તિબેટીયન ઝરણામાંથી મળેલા ભૂકંપના તરંગો અને ગેસના નમૂનાઓ પરથી સમર્થન મળ્યું છે.

ભૂકંપ વિશે માહિતી

સંશોધકો માને છે કે ગરમ આવરણ સામગ્રીના અલગ થવાથી સર્જાયેલી ખાલી જગ્યા ભરી શકે છે. ભૂ-ગતિવિજ્ઞાની જણાવ્યું કે,"અમને ખબર નહોતી કે ખંડો આ રીતે વર્તી શકે છે," આ તારણો પ્રદેશમાં ટેક્ટોનિક પ્રવૃત્તિ અને ભૂકંપના જોખમો વિશે નવી માહિતી પ્રદાન કરી શકે છે.

વધુ વાંચો: 1954માં કંઇક આવો હતો મહાકુંભનો અદભુત નજારો, વાયરલ Videoમાં જુઓ ઐતિહાસિક દ્રશ્યો

ભારતીય પ્લેટમાં ઘણી તિરાડો

ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે ભારતીય પ્લેટની જાડાઈ અને રચનામાં ફેરફારને કારણે તેમાં ઘણી વખત તિરાડો પડી છે. ભૂટાન નજીકના એક મુખ્ય પ્રદેશમાં ફાટવાના પુરાવા મળી આવ્યા છે, જ્યાં મેન્ટલ ખડકો ખાલી જગ્યામાં વહેતા હોવાની શક્યતા છે. ભૂકંપના તરંગોનું મેપિંગ કરીને, વૈજ્ઞાનિકોએ સપાટી નીચે અલગ અલગ સ્થળો ઓળખ્યા જે દર્શાવે છે કે પ્લેટના ભાગો તૂટી ગયા છે. સંશોધકો હવે શોધી રહ્યા છે કે પ્લેટ ફાટવાથી આ પ્રદેશમાં ભૂકંપ કેવી રીતે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mantal Rocks Earth Plates Geology alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ