બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahamanthan / મહામંથન / ગેનીબેનને હરાવવાના પ્રયાસોના આરોપનું સત્ય શું? કેવા સમીકરણોએ અપાવી જીત
Last Updated: 10:30 PM, 13 June 2024
બેંક હારી અને બેન જીતી એવું બનાસકાંઠા સહિત ગુજરાતના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે. એમાં તો ઈન્કાર ન થઈ શકે કે ગુજરાતમાં ભાજપનું સતત ત્રીજી વખત તમામ લોકસભા બેઠક જીતવાનું સપનું પૂરુ ન થયું એ વિજયરથને રોકવામાં ગેનીબેન જ આગળ રહ્યાં. આંકડાઓની દ્રષ્ટિએ તો ભાજપ 25 બેઠક જીત્યું છે પણ આ 25 બેઠકોની જીતની ચર્ચા કરતા ગેનીબેનની એક બેઠકની જીતની ચર્ચા વધારે છે. બનાસની બેંકની સામે બનાસની બેનનું સૂત્ર લોકસભા ચૂંટણીથી જ વહેતું થયું હતું જેમા આડકતરા માર્મિક કટાક્ષ કરીને શક્તિસિંહે એ ઈશારો કર્યો કે લોકસભા ચૂંટણીમાં ગેનીબેનને હરાવવાના વિરોધીઓ તરફથી પૂરતા પ્રયાસ થયા. બનાસની બેંકનો વારંવાર ઉલ્લેખ કરીને શક્તિસિંહે કહ્યું કે ગેનીબેનને હરાવવા એક તરફ જ્યાં નાણાંની કોથળી છુટ્ટી મુકી દેવામાં આવી હતી અને સત્તા મેળવવા સહકારી ક્ષેત્રનો બેફામ ઉપયોગ થતો હતો ત્યારે માત્ર ને માત્ર સામાન્ય લોકોના રૂપિયા એકઠા કરીને ગેનીબેને ન માત્ર ચૂંટણી લડી પરંતુ જીતીને પણ બતાવી. અત્યારે એટલું સ્પષ્ટ છે કે આ રાજકીય કસરત ગેનીબેનની એક બેઠકની જીત કેટલી મોટી છે તે બતાવવાના પ્રયાસના ભાગરૂપે છે ત્યારે ગેનીબેનની જીતનો ગૂઢાર્થ શું નિકળે છે અને બનાસની બેનને હરાવવાનો પ્રયાસ કોણે કર્યું ?
ADVERTISEMENT
ગેનીબેનની જીત પર શું બોલ્યા શક્તિસિંહ?
ADVERTISEMENT
શક્તિસિંહ કહ્યું હતું કે, એક તરફ બનાસની બેંક અને બીજી તરફ બનાસની બેન હતી. ગુજરાતે સાબિત કર્યું કે તેઓ પરિપક્વ લોકશાહીમાં માને છે. એક તરફ નાણાંના કોથળા ઠલવાતા હતા. ગેનીબેનને અમારા ભાઈ-બહેનોએ રૂપિયા આપીને મદદ કરી છે. બંનેની લડાઈમાં બનાસની બેંક હારી અને બનાસની બેન જીતી છે. આપણા અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા હતા, કોંગ્રેસ રૂપિયા વગર ચૂંટણી લડી છે. કોંગ્રેસનો કાર્યકર મક્કમતાથી લડ્યો તેને સલામ છે. ઉમેદવારો મજબૂતીથી ચૂંટણી લડ્યા તેને સલામ છે. માત્ર જીતનો જ ઈતિહાસ લખાય એવું જરૂરી નથી. સત્ય અને સિદ્ધાંત સાથે લડે એનો ઈતિહાસ લખાય છે. બીજા પક્ષમાં આંગળીના વેઢે ગણાય એટલા લોકો ગયા છે. કોંગ્રેસે જેને ઝીરોમાંથી હીરો બનાવ્યા એ વેંચાઈ ગયા અને કોંગ્રેસના હજારો કાર્યકરોને ભાજપ ખરીદી શક્યો નથી
વાંચવા જેવું: CM ભૂપેન્દ્ર પટેલે મનપા-નપા માટે 2111 કરોડના ચેક અર્પણ કર્યા, જુઓ કોના ફાળે કેટલી રકમ આવી?
ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
ગેનીબેનએ કહ્યું હતું કે, જનશક્તિની સામે ધનશક્તિ લગાવવામાં આવી છે. એકબાજુ સંસાધન હતા તો બીજી તરફ સિદ્ધાંત હતા. ગરીબ બેનને બનાસકાંઠાએ મતનું મામેરુ ભરી આપ્યું છે. સહકારી ક્ષેત્રનો સત્તા માટે ઉપયોગ કરવામાં આવ્યો તેમજ બનાસ બેંક અને બનાસ ડેરીની સ્થાપના કોંગ્રેસે કરી છે. વ્યક્તિગત સ્વાર્થ માટે બનાસકાંઠાના લાખો-કરોડો રૂપિયા વપરાય છે. નોટનો જવાબ જનતાએ વોટથી આપ્યો છે. ઘણાં રાજીનામા પડ્યા જે વ્યક્તિગત સ્વાર્થ માટે હતા. મારું રાજીનામું મારા મતવિસ્તારને ગૌરવ અપાવે છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.