બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'વાવનું ખેતર ગુલાબભાઇને કાયમી માટે લખી આપ્યું નથી': ગેનીબેન ઠાકોરનો મોટો ધડાકો, કેમ આવું બોલ્યા?
Last Updated: 08:05 PM, 7 November 2024
બનાસકાંઠાની વાવ પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષનો ધુંઆધાર પ્રચાર ચાલી રહ્યો છે. જે પ્રચંડ પ્રચારમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના નિવેદનો પણ ચર્ચાનો વિષય બન્યા છે. કોંગ્રેસની સભામાં ગેનીબેન ઠાકરોએ જણાવ્યું કે, 'વાવનું ખેતર ગુલાબભાઇને કાયમી માટે લખી આપ્યું નથી. માત્ર 3 વર્ષ સુધી ભાગમાં આપીએ છીએ પછી કાંઇ લેવાદેવા નથી. 3 વર્ષ પછી ગુલાબભાઇના ભાગે રહેવા દેવું હોય તો રહેવા દેજો'
ADVERTISEMENT
કોંગ્રેસની સભામાં ગેનીબેન ઠાકરોનું નિવેદન
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોરએ કહ્યું કે, 'વાવનું ખેતર અમે 3 વર્ષે છૂટું કરી આપીશું અને 3 વર્ષ પછી આપણામાંથી જ કોઇને કોઇ આ વિસ્તારનું નેતૃત્વ કરશે. 3 વર્ષ માટે ગુલાબસિંહને રિચાર્જ કરી આપો'.
આ પણ વાંચો: બોલેરો સ્ટાર્ટ કર્યા બાદ ડ્રાઈવરનું મોત! બન્યું વિચિત્ર, જામનગરનો હૈયું વલોવતો અકસ્માતનો વીડિયો
3 વર્ષ માટે ગુલાબસિંહને રિચાર્જ કરી આપો: ગેનીબેન ઠાકોર
તેમણે કહ્યું કે, 'તમામ બાબતોનું વિચાર કર્યા પછી આ વાવનું ખેતર ગુલાબભાઈને કાયમી લખી આપેલું નથી. માત્ર ત્રણ વર્ષ માટે જ અઠાણું આપીએ છીએ, પછી કાંઈ લેવા દેવા નથી. ત્રણ વર્ષ પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો રહેવા દેવું હોય તો રહેવા દેજો. પરંતુ ત્રણ વર્ષ પછી આ વાવનું ખેતર અમે છૂટું કરી દઈશું. ત્યારે આપણામાંથી કોઈકને કોઈક આપણા વિસ્તારનું નેનૃત્વ કરશે. વધુમાં કહ્યું કે, મોબાઈલની રિચાર્જની જેમ ત્રણની સેવા માટેનો રિચાર્જ કરી આપો આગળનું વિચાર કરવાની જરૂર નથી''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.