સુરતના પાંડેસરા વિસ્તારમાં લુમ્સનાં કારખાનામાં કરંટ લાગતા એક કર્મચારીનું મોત નિપજ્યું છે. સિલ્ડ મિલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા એક યુવકને કરંટ લાગ્યો હતો.
આ ઘટનામાં કર્મચારીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કર્મચારીઓમાં રોષ જોવાં મળ્યો હતો. મહત્વનું છે કે આ કર્મચારી ઓરિસ્સાનો રહેવાસી છે અને કામ કરવા માટે અમદાવાદમાં આવ્યો હતો.
કર્મચારીનું મોત થયાં બાદ કારખાનાનાં માલિકે મામલો દબાવવા માટે 50 હજાર રૂપિયા આપવા માટે જણાવ્યું હતું. છતાં પરિવારે વળતર યોગ્ય ન હોવાની રજૂઆત કરી હતી. જો કે કર્મચારીઓએ રૂપિયા લીધાં ન હતાં અને તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો