બ્રેકિંગ ન્યુઝ
VTV / જોવા જેવું / બુર્જ ખલીફાથી કૂદકો મારતા નીચે પહોંચવામાં કેટલો સમય લાગે? સેકન્ડનો છે ખેલ
Last Updated: 10:16 PM, 18 September 2024
દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ બુર્જ ખલીફા પર ચઢવા માટે કેટલો સમય લાગે છે તેનો જવાબ તો દરેકને ખબર છે. પરંતુ જો કોઈ વ્યક્તિ બુર્જ ખલીફા પરથી નીચે કૂદે છે તો તે કેટલા સેકન્ડે નીચે પહોંચશે? તો ચાલો આજે આ વિશે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
દુબઈમાં આવેલ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફામાં દિવાળીની ખાસ ઉજવણી#Dubai #BurjKhalifa #Diwali2022 pic.twitter.com/zkaCprt5Nk
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 25, 2022
આ પ્રશ્નનો જવાબ કઈ રીતે મળશે
ADVERTISEMENT
બુર્જ ખલીફાથી નીચે પહોંચવાનો સમય ગુરુત્વાકર્ષણ, હવાનું દબાણ અને કૂદનાર વ્યક્તિનું કદ અને વજન પર આધાર રાખે છે. તો ચાલો દરેક રીતે સમજીએ કે બુર્જ ખલિફાથી કૂદીને જામિની સુધી પહોંચતા કેટલો સમય લાગે છે.
બુર્જ ખલીફાની ઊંચાઈ સમજીએ
બુર્જ ખલીફાની ઊંચાઈ 828 મીટર છે, જે માણસે બનાવેલી સૌથી ઊંચી બિલ્ડિંગ છે. આમાં કુલ 163 ફ્લોર છે અને સૌથી ઊંચો ફ્લોર 585 મીટર છે. જો કોઈ વ્યક્તિ અહીથી નીચે કૂદે છે તો હવાનો ભારે પ્રતિકાર અને ખૂબ ઝડપની સામનો કરવો પડશે.
ગુરુત્વાકર્ષણ અને ટર્મિનલ વેલોસિટી સમજીએ
હકીકતમાં કોઈ વસ્તુ નીચે આવવાનું મુખ્ય કારણ ગુરુત્વાકર્ષણ હોય છે. જે લગભગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરથી પોતાની તરફ ખેંચે છે. એવામાં જો કોઈ વ્યક્તિ નીચે કૂદે છે તો તે શરૂઆતમાં ખૂબ ઝડપથી નીચે આવશે અને બાદમાં હવાનો પ્રતિકાર ધીમે-ધીમે આ ગતિને કંટ્રોલ કરે છે અને એક બિંદુ પર પહોંચવાથી વ્યક્તિની ગતિ સ્થિર થાય છે. આને જ ટર્મિનલ વેલોસિટી કહે છે.
વધુ વાંચો:કેમ વાદળી, પીળી, સફેદ કે કાળી જ હોય છે વ્હીકલ્સની નંબર પ્લેટ? જાણો કયા કલરનો શું છે સંકેત
કેટલી સેકંડમાં માણસ નીચે પહોંચશે
જ્યારે વ્યક્તિ બુર્જ ખલીફાથી નીચે કૂદે છે ત્યારે શરૂઆતમાં 12-15 સેકન્ડ સુધી, વ્યક્તિની ઝડપ ગુરુત્વાકર્ષણ બળના કારણે વધતી રહેશે. અને જ્યારે તે ટર્મિનલ વેલોસિટી સુધી પહોંચશે ત્યારથી જે તે એક સ્થિર ઝડપથી નીચે આવશે. જે લગભગ 53 મીટર પ્રતિ સેકન્ડની રહેશે.
એક ઉદાહરણ રૂપે જો વ્યક્તિ 828 મીટરની ઊંચાઈએથી કૂદે છે તો, તે લગ ભાગ 12 સેકન્ડમાં 53 મીટર પ્રતિ સેકન્ડની ટર્મિનલ વેલોસિટી સુધી પહોંચશે. પછીથી બાકીની દૂરી 15-18 સેકન્ડમાં પૂરી થશે. આ ગણતરી પ્રમાણે વ્યક્તિને જામીન સુધી પહોંચતા કુલ મળીને 27 થી 30 સેકન્ડ જેટલો સમય લાગશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.