પોર્નોગ્રાફી મામલે કથિત આરોપી એક્ટ્રેસ મૉડલ ગેહના વશિષ્ઠ અને રોવા ખાનની મુશ્કેલીઓ વધી ગઇ છે.
પોર્નોગ્રાફી કેસમાં નવો વળાંક
ગહેના વશિષ્ઠ અને રોવા ખાનની મુશ્કેલી વધશે
2 પીડિતાઓએ આપ્યું પોતાનું નિવેદન
બંને પર રાજ કુન્દ્રા સાથે જ પોર્નોગ્રાફી મામલામાં આરોપ લાગ્યા છે. પોલીસ સુત્રો દ્વારા બે પીડિતએ નિવેદન આપ્યું છે. જેમણે આરોપ લગાવ્યો છે કે તેમને અશ્લીલ વીડિયો શૂટ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. બંને છોકરીઓએ કહ્યું કે, મડ આઇલેન્ડના એક બંગલામાં વીડિયો શૂટ કરાવડાવ્યો હતો.
પીડિતાએ કહી આપવીતી
સમગ્ર મામલે બંને પીડીતાએ પોતાની આપવીતી કહી છે. એક રિપોર્ટ અનુસાર પીડિતાએ રોવા ખાન પર ધમકાવવા અને દબાવ બનાવીને શૂટિંગ કરાવવાના ગંભીર આરોપ લગાવ્યો છે. સાથે જ દાવો કર્યો છે કે તેની સાથે ડરાવી ધમકાવીને શારીરિક સંબંધ બનાવવામાં આવ્યો હતો.
નરેશે કરાવી ગહના વશિષ્ઠ સાથે મુલાકાત
બીજી પીડિતાની ઉંમર 20 વર્ષની છે અને તે 2016થી હિન્દી તેમજ મરાઠી સિરીયલમાં કામ કરી રહી છે. તે દરમિયાન અજીત નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. જેણે 10 જાન્યુઆરી 2021ના રોજ પીડિતાને કાસ્ટિંગ ડાયરેક્ટર નરેશ સાથે મુલાકાત કરાવી હતી. તેણે કહ્યું કે, એક વૅબસિરીઝનું શૂટ મડ આઇલેન્ડમાં કરવામાં આવી રહ્યું છે અને તેના 10000 રૂપિયા આપશે.
ડિરેક્ટર ગહેના વશિષ્ઠ
નરેશે મેક અપ આર્ટિસ્ટ ઉમેશ સાથે મુલાકાત કરાવી અને કહ્યું કે આ વૅબ સિરીઝની ડાયરેક્ટર ગહેના વશિષ્ઠ છે. જે કપડા ગહેના લઇને આવી હતી તે પહેરીને હું નીકળી અને ગહેનાએ રોલ વિશે સમજાવ્યું હતુ. એક રાજા રાણી અને તેના 3 બૌનાની સ્ટોરી છે.
ગહેનાએ જબરદસ્તી કરાવી શૂટિંગ
પીડિતાનો આરોપ છે કે ગહેનાએ તેને નવા કપડા પહેરાવ્યા અને જ્યારે તેણે સહયોગ કરવાથી ઇન્કાર કરી દીધો તો તેને ધમકી આપવામાં આવી અને કહ્યું કે, સીરિઝના શૂટિંગ માટે 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. જો તું જતી રહીશ તો 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જે બાદ આકાશ નામનો વ્યક્તિ રૂમમાં આવ્યો અને શારીરિક સંબંધ બનાવવા લાગ્યો હતો. શૂટિંગ પૂરુ થયુ તો ગહેનાએ પીડિતાને ધમકાવી અને કહ્યું કે, આ શૂટ વિશે કોઇને પણ કહીશ તો પરિણામ ગંભીર આવશે.
પોલીસ સૂત્રોએ પીડિતાના નામ આપ્યા નથી પરંતુ આરોપ લગાવ્યા છે કે અશ્લીલ ફિલ્મ બનાવવા માટે બંનેને મજબૂર કરવામાં આવી છે.