Geeta Rabari dayro US dollars rains vanjda Navsari
નવસારી /
ગીતા રબારીએ ભજન શરૂ કર્યુંને રૂપિયાની સાથે અમેરિકન ડોલરનો થયો વરસાદ
Team VTV06:39 PM, 02 Feb 20
| Updated: 06:40 PM, 02 Feb 20
ગુજરાતના ડાયરા વિશ્વપ્રખ્યાત બન્યા છે. જ્યારે જાણીતા ગાયક ભજન ગાય છે ત્યારે રૂપિયાનો વરસાદ થાય છે. ત્યારે જાણીતા લોકગાયક ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. રૂપિયાની સાથે અમેરિકન ડોલરનો વરસાદ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
નાની ઉમરમાં મોટી સિદ્ધી
ગુજરાતની કોયલ ગીતા રબારી
ડાયરાઓમાં મચાવે છે ધૂમ
નવસારીના વાંજડા ગામમાં મેલડી માતાજીના મંદિરના નિર્માણ માટે ડાયરાનું આયોજન કરાયું છે. ગાયક કલાકાર ગીતાબેન રબારીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ મંદિર દ્વારા ગૌશાળા, 1500 ગરીબ દીકરીઓને ભણાવવા અને સમુહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરાય છે. ફંડ એકત્રિત કરવા માટે ગીતાબેન રબારીના ડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં મોટી સંખ્યામાં નવસારીના લોકો અને વિદેશી લોકો પણ જોડાયા હતા.
લાખો રૂપિયા અને અમેરિકન ડોલરનો વરસાદ
ડાયરામાં લોકોએ ભારતની 10, 20, 50 અને 2 હજારની નોટોનો વરસાદ કર્યો હતો. સાથે જ વિદેશી મહેમાનોએ ડોલરનો પણ વરસાદ કર્યો હતો. આ કાર્યક્રમથી પ્લાસ્ટિક મુક્ત ભારતનો પણ સંદેશો આપવામાં આવ્યો હતો. ગાયક કલાકાર ગીતાબેન રબારીએ પ્લાસ્ટિક મુક્ત અભિયાનના લખાણની કાપડની થેલીઓનું પણ વિતરણ કર્યું હતું.
આપને જણાવી દઈએ. ગીતા રબારીએ માત્ર 23 વર્ષની ઉમરે સંગીતની દુનિયામાં મોટું નામ બનાવ્યું છે. 10 વર્ષની ઉમરમાં તેમણે ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી હતી. ગીતા રબારીએ પાંચમાં ધોરણથી ગીત ગાવાની શરૂઆત કરી હતી. એક વખત ગીતા રબારીએ શાળામાં તત્કાલિન CM મોદીની હાજરીમાં ગીત ગાયું હતું. ત્યારે નરેન્દ્ર મોદીએ ગીતા રબારીને 250 રૂપિયાનું ઈનામ પણ આપ્યુ હતુ.
ગીતા રબારીએ આજે જે સિદ્ધી મેળવી છે તેના માટે ખૂબ પરિશ્રમ કર્યો છે. શરૂઆતમાં તેઓ ભજન, લોકગીત, સંતવાણી અને ડાયરામાં ગીત ગાતા હતા. જોકે, ગીતા રબારીને ડિજિટલ મીડિયામાં ગાવાનું ફળ્યું છે અને તેઓ યૂ-ટ્યુબ પર સૌથી પ્રખ્યાત ગુજરાતી ગાયક બન્યા છે. ગીતા રબારીના રોણા શેરમા ગીત યૂટ્યુબ પર 31.5 કરોડથી વધુ વખત જોવાયું છે.