બ્રેકિંગ ન્યુઝ
VTV / Gaziabad: GrandFather raped her 1.5 years old grand daugther
Vaidehi
Last Updated: 06:46 PM, 9 February 2023
ADVERTISEMENT
યૂપીનાં ગાઝિયાબાદમાં માનવતાને શરમાવે તેવું કૃત્ય એક વયસ્કે કર્યું છે. અહીં દોઢ વર્ષની છોકરી સાથે તેના દાદાએ રેપ કર્યો છે. ફરિયાદ મળ્યાં બાદ પોલીસે આરોપીની સામે કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.
પિતા બાળકીને લઈ પહોંચ્યા પોલીસ સ્ટેશન
ADVERTISEMENT
આ ઘટના ગાઝિયાબાદ બોર્ડર પર આવેલા વિસ્તારની છે. આ વિસ્તારમાં રહેનારો યુવક પોતાની દોઢ વર્ષની બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે એને બાળકીનાં 59 વર્ષીય દાદા પર રેપનો આરોપ મૂકતાં પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. આ સાંભળીને પોલીસકર્મી પણ ચોંકી ઊઠ્યાં હતાં.
પોલીસે દાદાની કરી ધરપકડ
મામલાની ગંભીરતાને જોતાં બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું અને બાળકીનાં પિતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપીની ધરપકડ કરી છે.
ઘટનાને લઈને ASPનું નિવેદન
આ સમગ્ર મામલામાં ASP રજનીશ ઉપાધ્યાયે જણાવ્યું કે લોની બોર્ડર પોલીસ સ્ટેશન ક્ષેત્રનાં એક વિસ્તારમાં રહેનારાં એક વ્યક્તિ દ્વારા દોઢ વર્ષીય બાળકીનો બળાત્કાર કરવા વિષયક ફરિયાદ મળી હતી. બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું અને ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી. તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.