બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:26 PM, 23 March 2025
Israel Hamas News : ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલામાં હમાસના વધુ એક મોટા નેતાનું મોત થયું છે. એક અહેવાલ મુજબ ગાઝાના ખાન યુનિસ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના વરિષ્ઠ રાજકીય નેતા સલાહ અલ-બરદાવિલનું મોત થયું. આ હુમલો 23 માર્ચ, રવિવારની સવારે થયો હતો અને તેમાં તેમની પત્નીનું પણ મૃત્યુ થયું હતું. આ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધુ વધારો દર્શાવે છે.
ADVERTISEMENT
મીડિયા અહેવાલ મુજબ દક્ષિણ ગાઝા પટ્ટીમાં રવિવારે રાત્રે ઇઝરાયલી હુમલામાં હમાસના એક વરિષ્ઠ નેતા સહિત ઓછામાં ઓછા 19 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ ઇઝરાયલ પર વધુ એક મિસાઇલ છોડી જેના કારણે હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી અને તેમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.
વધુ વાંચો : VIDEO : દક્ષિણ કોરિયાના 20થી વધુ જંગલોમાં લાગી ભીષણ આગ, જુઓ ડરામણા દ્રશ્યો
ADVERTISEMENT
રાત્રે ગાઝા પર બોમ્બમારો
દક્ષિણ ગાઝાની બે હોસ્પિટલોએ જણાવ્યું હતું કે, રાત્રિના હુમલામાં માર્યા ગયેલા બાળકો અને મહિલાઓ સહિત 17 લોકોના મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હમાસે જણાવ્યું હતું કે, ખાન યુનિસ નજીક થયેલા હુમલામાં તેના રાજકીય બ્યુરો અને પેલેસ્ટિનિયન સંસદના સભ્ય સલાહ બારદાવિલ અને તેમની પત્ની માર્યા ગયા હતા. બારદાવિલ હમાસના રાજકીય પાંખના જાણીતા સભ્ય હતા. હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલા મૃત્યુઆંકમાં હમાસ નેતા અને તેમની પત્નીના નામનો સમાવેશ થતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sperm Race / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Priykant Shrimali
વિશ્વ / અમેરિકી સુપ્રીમ કોર્ટમાંથી ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, આ નિર્ણય પર લગાવી રોક, જાણો
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.