બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:14 PM, 16 September 2019
ADVERTISEMENT
'ગયા' બિહાર રાજ્યમાં સ્થિત એક પ્રાચીન અને પૌરાણિક તીર્થસ્થળ છે. સુર-સરિતા ગંગા નદીના કિનારે સ્થિત અહીંયા તીર્થ પિતૃ માટે તર્પણ અને મૃત આત્માઓની શાંતિ માટે વિખ્યાત છે. ગયા તીર્થમાં મૃતકોની આત્મશાંતિ માટે પિંડદાનનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે- 'પ્રયાગ મુંડે ગયા પિંડે...'
ઉપરાંત પ્રયાગરાજ (અલ્હાબાદ)માં મુંડન કરવું અને ગયા જી માં પિતૃ માટે પિંડદાન કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુ પ્રાણી માત્રને મુક્તિ આપવા માટે ગદાના રૂપમાં ગયામાં નિવાસ કરે છે.
ADVERTISEMENT
ભગવાન વિષ્ણુએ અહીંની મર્યાદા સ્થાપિત કરીને કહ્યું કે એનો દેહ પુણ્ય ક્ષેત્રના રૂપમાં થઇ ગઇ છે. અહીં જે ભક્તિ, યજ્ઞ, શ્રાદ્ધ, પિંડદાન તથા સ્નાન વગેરે કરશે એ ભવ બંધનથી મુક્ત થઇને સ્વર્ગ લોક અને બ્રહ્મલોકમાં જશે.
કર્મ પુરાણમાં 34માં અધ્યાયમાં ગયા તીર્થની મહિમાનું વર્ણન કરતાં લખ્યું છે કે ગયા નામના પરમ તીર્થ પિતૃઓને અત્યંત પ્રિય છે. જે મનુષ્ય એક વખત પણ જઇને પિંડદાન કરે છે, એમના દ્વારા પિતૃ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ગયા ક્ષેત્રમાં એવું કોઇ સ્થાન નથી, જ્યાં તીર્થ નથી. પાંચ કોસના ક્ષેત્રમાં સ્થિત ગયામાં ક્યાંય પણ પિંડદાન કરાવનાર વ્યક્તિ સ્વયં અક્ષય ફળ પ્રાપ્ત કરીને પિતૃગણોને બ્રહ્મલોક પહોંચાડવાનો અધિકારી બનાવે છે.
જે વ્યક્તિ ગયા તીર્થ જઇને રાત્રીવાસ કરે છે, એમના 7 કુળોનો ઉદ્ધાર થાય છે. ગયામાં મુંડપૃષ્ઠ, અરવિંદ પર્વત તથા ક્રોંચપાદ નામના તીર્થોના દર્શન કરીને વ્યક્તિ સમસ્ત પાપોથી મુક્ત થઇ જાય છે. ઉત્તરાયણ, ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના પ્રસંગે ગયા જઇને પિંડદાન કરવું ત્રણેય લોકોમાં દુર્લભ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.