બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / ગૌતમ ગંભીરની મુશ્કેલી વધી, છેતરપિંડી કેસમાં કોર્ટે ફરી તપાસનો આપ્યો આદેશ
Last Updated: 01:32 PM, 31 October 2024
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. સિરીઝ હાર્યા બાદ તે હાલમાં ત્રીજી ટેસ્ટ માટે મુંબઈમાં છે અને ટીમ ઈન્ડિયાને વ્હાઇટ વોશના ખતરાથી બચાવવા માટે વિચારી રહ્યા છે. દરમિયાન, તેમના પર એક નવી આફત આવી. વાસ્તવમાં, ગંભીર પર પહેલાથી જ ફ્લેટ ખરીદનારાઓને છેતરવાનો આરોપ હતો, જેમાં તે નિર્દોષ બહાર આવ્યા હતા, પરંતુ 29 ઓક્ટોબરના રોજ દિલ્હી કોર્ટે નિર્દોષ છૂટવાના આદેશને ફગાવી દીધો, . એટલું જ નહીં, કોર્ટે આ કેસમાં તેમની ભૂમિકાની તપાસનો આદેશ પણ આપ્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
ફ્લેટ ખરીદનારાઓએ રિયલ એસ્ટેટ કંપનીઓ રૂદ્ર બિલ્ડવેલ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ, એચઆર ઈન્ફ્રાસિટી પ્રાઈવેટ લિમિટેડ, યુએમ આર્કિટેક્ચર એન્ડ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ અને ગૌતમ ગંભીર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ગંભીર આ તમામ કંપનીઓના સંયુક્ત સાહસમાં ડિરેક્ટર અને બ્રાન્ડ એમ્બેસેડર હતા. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ આ કેસની સુનાવણી કરતાં કહ્યું કે ગંભીર એકમાત્ર એવા આરોપી છે જે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રોકાણકારો સાથે સીધો સંપર્ક ધરાવે છે.
ADVERTISEMENT
આ સિવાય ચાર્જશીટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે છેતરપિંડીની રકમનો કોઈ ભાગ ગંભીરના હાથમાં આવ્યો કે નહીં. આમ છતાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.. આ કારણે તેઓએ નીચલી કોર્ટના અગાઉના નિર્ણયને પલટી નાખ્યો અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને ફરીથી આરોપી બનાવ્યા. તેમણે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે નીચલી કોર્ટના નિર્ણયમાં રૂદ્ર બિલ્ડવેલ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડને 6 કરોડ રૂપિયા આપવા અને કંપની પાસેથી 4.85 કરોડ રૂપિયા લેવાનો કોઈ ઉલ્લેખ નથી.
કોર્ટે એ પણ શોધી કાઢ્યું હતું કે ગંભીરે બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ભૂમિકા સિવાય કંપની સાથે નાણાકીય વ્યવહારો કર્યા હતા. કોર્ટ અનુસાર, ગંભીર 29 જૂન, 2011થી 1 ઓક્ટોબર, 2013 સુધી એડિશનલ ડાયરેક્ટર હતા, એટલે કે જ્યારે તેઓ ઓફિસર તરીકે કંપનીમાં જોડાયા ત્યારે આ ઘટના બની હતી. આ સિવાય 1 ઓક્ટોબર 2013ના રોજ પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ કેટલાક ગીવ એન્ડ ટેક હતા. તેથી તેની તપાસ જરૂરી છે.
રોહિત અને ગંભીર વચ્ચે વિવાદ
આ દિવસોમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને લઈને ગૌતમ ગંભીર નિશાના પર છે. આ દરમિયાન એક સનસનીખેજ દાવો સામે આવ્યો છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 1 નવેમ્બરથી મુંબઈમાં શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રોહિત અને ગંભીર વચ્ચે અણબનાવ થયો છે. ટીમમાં નિર્ણય લેવા અને ખેલાડીઓના પ્રદર્શનને લઈને બંને વચ્ચે મતભેદ છે. એટલું જ નહીં, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક પ્રસંગોએ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.