બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 01:13 PM, 18 June 2021
ADVERTISEMENT
ICCએ લોકોમાં ઉત્સાહ વધારવા ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત કરી
ટેસ્ટ ક્રિકેટમાં લોકોનો ઉત્સાહ વધારવા માટે ICCએ 2019માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત કરી કે જેની ફાઇનલ મેચ 18 જૂનના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડના સાઉથએમ્પટનમાં રમાશે. હવે આ ટુર્નામેન્ટથી લોકોમાં ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે ઉત્સાહ વધ્યો કે નહીં એ જોવાનું કામ તો ICCનું છે , તેવામાં ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે એવું નિવેદન આપ્યુ છે કે, જે ક્રિકેટના ઇતિહાસમાં કોઇએ નથી આપ્યું.
ADVERTISEMENT
ટેસ્ટમાથી ટોસના નિયમને હટાવવો પડશે
ગંભીરે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટને વધુ રોમાંચક બનાવવી હોય તો ટેસ્ટમાં ટોસના નિયમને હટાવવો પડશે. ટોસથી ઘરેલુ ટીમને ફાયદો થતો હોય છે જે અટકાવવો અત્યંત જરૂરી છે કારણ કે, પ્રત્યેક ટીમ પોતાના ઘરમાં તો સારું પ્રદર્શન કરીને હમેશાં જીત મેળવતી હોય છે. ગંભીરે વધુમાં જણાવ્યું કે, ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી ના જીતી શકી પરંતુ ઘરેલુ જમીન પર આસાનીથી ઈંગ્લેન્ડને હરાવી દીધું હતુ. ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ જેવી ટીમ પણ પોતાના ઘરમાં તો આસાનીથી જીતી જાય છે પરંતુ ભારતમાં આવીને બરબારીની ટક્કર પણ આપી શકતા નથી. જેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, કોઈ પણ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન નથી. અત્યારની કોઈ પણ ટીમ જૂની ઓસ્ટ્રેલિયાની ટીમ જેવી નથી કે જે દરેક કન્ડિશનમાં જીત પોતાને નામ કરતી હતી.
મેહમાન ટીમને પૂછવામાં આવે કે તેઓ બેટિંગ કરશે કે બોલિંગ
ટોસને હટાવી દેવાથી એક સારી પીચ તૈયાર કરી શકાશે. મેહમાન ટીમને પૂછવામાં આવે કે તેઓ પેહલા બેટિંગ કરશે કે બોલિંગ. જેનાથી બંને ટીમ વચ્ચે બરબરીની ટક્કર જોવા મળશે. ટોસ પદ્ધતિ હટી જવાથી બની શકે કે ઈંગ્લેન્ડ પીચ પરથી મોટા ભાગનું ઘાસ હટાવી દે અને ભારતમાં ટર્નિંગ પીચ બનાવવામાં ના આવે.
પ્રેક્ષકોને ખરાખરીનો મુકાબલો જોવા મળશે
ટેસ્ટ ક્રિકેટમાંથી ટોસને હટાવી દેવાથી બંને ટીમ વચ્ચે બરાબરીની ટક્કર થશે અને પ્રેક્ષકોને પણ ખરાખરીનો મુકાબલો જોવાની વધારે મજા આવશે. ગંભીરે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પર વાત કરતાં કહ્યું કે, બંને ટીમ મજબૂત છે. પીચ પણ બંને ટીમ માટે મદદરૂપ છે તો ભારતે દબાવમાં આવ્યા વગર નેચરલ ક્રિકેટ રમવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 / પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરી! ICCને સોંપ્યું લિસ્ટ, કયા ખેલાડીઓ લીધા?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.