નિવેદન /
'વર્લ્ડકપની ટીમમાં આ છે સૌથી મોટી ચૂક': ગંભીર
Team VTV10:19 AM, 16 May 19
| Updated: 10:20 AM, 16 May 19
ક્રિકેટથી રાજકારણમાં પ્રવેશેલા પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે, ''ભારતીય વર્લ્ડ કપ ટીમમાં એક ફાસ્ટ બોલર ઓછો છે.''
બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ 5 જૂનના રોજ સાઉથેમ્પટન ખાતે ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમશે. ગંભીરે કહ્યું, ‘મને લાગે છે કે, ભારતીય ટીમમાં વધુ એક ફાસ્ટ બોલરની જરૂર છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને વધુ સપોર્ટની જરૂર છે. તમે કહી શકો છો કે, આ ખોટ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિજય શંકર પૂરી કરી શકે છે પણ હું પૂરી રીતે આશ્વસ્ત નથી.’
ગૌતમ ગંભીરે કહ્યુ કે, ‘વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ટીમ સંયોજન યોગ્ય રાખવું મહત્વનું છે.’ વર્લ્ડ કપ વિનર બેટ્સમેને ક્રિકેટ રેટિંગ ઈન્ટરનેશનલ એવોર્ડ્ઝ 2019માં પોતાના સંબોધનમાં આ વાત કહી. ગંભીર પૂર્વ દિલ્હીની લોકસભા સીટથી ભાજપ માટે ચૂંટણી લડી રહ્યો છે.
વર્લ્ડકપ વિશે વાત કરતા કહ્યુ કે, ''આ ટૂર્નામેન્ટ સારી હશે કારણ તે, તમામ ટીમો એકબીજા સામે રમશે. આ ફોર્મેટમાં આપણને સાચો વર્લ્ડ ચેમ્પિયન મળશે અને મને લાગે છે કે, ICCએ આગળ પણ ફોર્મેટમાં જાળવી રાખવુ જોઇએ.' ટૂર્નામેન્ટની મુખ્ય ટીમો વિશે પૂછાતા તેણે ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનુ નામ લીધુ.