બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ગંભીર-રોહિત અને અગરકર બાખડ્યાં! ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ માટે મળેલી બેઠકમાં બન્યું આવું
Last Updated: 04:44 PM, 19 January 2025
ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરવા માટે મળેલી બીસીસીઆઈની બેઠકમાં વિવાદની વાત સપાટી પર આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર, હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા વચ્ચે ખેલાડીઓની પસંદગીને લઈને વિવાદ થયો હતો. ગૌતમ ગંભીર હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવા ઈચ્છતો હતો પરંતુ રોહિત અને અગરકરે શુભમન ગિલના નામનો આગ્રહ રાખ્યો હતો, સરવાળે ગંભીરને ઝુકવું પડ્યું હતું અને ગિલને વાઈસ કેપ્ટન જાહેર કરાયો હતો. વિવાદનો બીજો મુદ્દો વિકેટ-કીપરનો હતો કારણ કે ગંભીર સંજુ સેમસનને લેવા માગતો હતો પરંતુ રોહિત અને અગરકરે પંતને લેવા માગતા હતા, અહીં પણ ગંભીરના હાથ હેઠા પડ્યાં હતા, સરવાળે રોહિત અને અગરકરના જ હાથ ઉપર રહ્યાં હતા.
ADVERTISEMENT
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
— Sportskeeda (@Sportskeeda) January 19, 2025
Here are the reasons for the long meeting during yesterday's Champions Trophy squad announcement 👇
🔹 Gautam Gambhir wanted Hardik Pandya as vice-captain.
🔸 Rohit Sharma and Ajit Agarkar want Shubman Gill as vice-captain.
🔹 Gautam Gambhir is in favour of… pic.twitter.com/HK43jDpTLB
ગંભીર એકલો પડી ગયો, રોહિત-અગરકરનું ચાલ્યું
ADVERTISEMENT
ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ નક્કી કરવામાં મળેલી બેઠકમાં ગૌતમ ગંભીર એકલો પડી ગયો હોવાનું લાગ્યું હતું કારણ કે આખી બેઠકમાં રોહિત અને અગરકરનું જ ચાલ્યું હતું.
રોહિત કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 15-સભ્ય ભારતીય ક્રિકેટ ટીમની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આજે (18 જાન્યુઆરી) મુંબઈમાં BCCI મુખ્યાલય ખાતે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે, શુભમન ગિલને વાઇસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતની ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.