બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / gautam gambhir on ipl says its best way for players and coach to lean and earn

નિવેદન! / ભારતીય ક્રિકેટમાં IPL સૌથી વધારે...: ગૌતમ ગંભીરે અચાનક આપ્યું ચોંકાવનારું નિવેદન

MayurN

Last Updated: 11:04 AM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ક્રિકેટમાં સૌથી સારી બાબત આઈપીએલની રજૂઆત છે.

  • ભારતીય IPL ને લઈને ગૌતમ ગંભીરનું નિવેદન
  • રમતવીરોને નાણાંકીય સંકટનું જોખમ ઘટ્યું
  • 35-36 વર્ષની ઉંમર સુધી કમાણી કરી શકે છે

ભારતીય ક્રિકેટ ટીમના T20 વર્લ્ડકપના ફોર્મ બાદ ટીમની ટીક્કાઓ વધી ગઈ હતી.ઘણા દિગ્ગજો એ ટીક્કાઓ પણ કરી હતી. આ સાથે જ વધુ એક ઘટના બની ભારતના ભૂતપૂર્વ ઓપનર અને ભાજપ પાર્ટીના વર્તમાન સાંસદ ગૌતમ ગંભીર પોતાના નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ગૌતમ ગંભીર ટી20 વર્લ્ડ કપ 2007 અને વનડે વર્લ્ડ કપ 2011 જીતનાર ભારતીય ટીમનો સભ્ય છે. તેણે ટીમ ઈન્ડિયાને ઘણી મેચો પોતાના દમ પર જીતાડી હતી. ગંભીરની કેપ્ટનશીપમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બે વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. હવે ગંભીરે IPL પર મોટું નિવેદન આપ્યું છે. ચાલો તેના વિશે જાણીએ. 

આઈપીએલ માટે આ નિવેદન આપ્યુ
ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ક્રિકેટમાં સૌથી સારી બાબત આઈપીએલની રજૂઆત છે. આગળ બોલતા તેણે કહ્યું, 'હું કહેવા માંગુ છું કે ભારતીય ક્રિકેટમાં IPL સૌથી સારી બાબત છે, પરંતુ દરેક વખતે જ્યારે ભારતીયો ક્રિકેટમાં સારું પ્રદર્શન નથી કરતા ત્યારે તમામ જવાબદારી IPL પર આવે છે જે યોગ્ય નથી. જો આપણે ICC ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન ન કરીએ, તો ખેલાડીઓને દોષી ઠેરવીએ, તેમના પ્રદર્શન માટે તેમને જવાબદાર ગણીએ, પરંતુ IPL પર આંગળીઓ ન ઉઠાવો.

આઈપીએલથી ખેલાડીઓને આ લાભ મળે છે 
IPLમાં 154 મેચ રમી ચૂકેલા ગૌતમ ગંભીરે કહ્યું, “IPL આવવાથી ખેલાડીઓમાં નાણાકીય સુરક્ષાની ભાવના આવી છે. એક ખેલાડી 35-36 વર્ષની ઉંમર સુધી કમાણી કરી શકે છે. IPL તેને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે જે મહત્વપૂર્ણ છે. જે પાયાના સ્તરે વધુ ખેલાડીઓના વિકાસમાં મદદ કરે છે.'

ભારતીય કોચને પ્રોત્સાહન મળે છે 
આગળ બોલતા ગૌતમ ગંભીરે કહ્યું, 'હું લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર છું. હું એક વસ્તુ બદલવા માંગુ છું કે હું IPLમાં તમામ ભારતીય કોચને જોવા માંગુ છું. કારણ કે કોઈપણ ભારતીય કોચને બિગ બેશ કે અન્ય કોઈ વિદેશી લીગમાં તક મળતી નથી. ક્રિકેટમાં ભારત મહાસત્તા છે, પરંતુ આપણા કોચને ક્યાંય તક મળતી નથી. બધા વિદેશીઓ અહીં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Coach Cricket Gautam Gambhir IPL India icc income players Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ