બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI સાથે ડીલ ડન, ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ હશે ગૌતમ ગંભીર? રિપોર્ટમાં દાવો

ક્રિકેટ / BCCI સાથે ડીલ ડન, ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ હશે ગૌતમ ગંભીર? રિપોર્ટમાં દાવો

Last Updated: 08:34 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ ગંભીર અનુભવી ખેલાડી રહ્યા છે. તેમજ હાલ તેઓ કેકેઆરનાં માર્ગદર્શક છે. હવે ગંભીરને ટીમ ઈંડિયાનાં હેડ કોચ બનાવવામાં આવી શકે છે.

ગૌતમ ગંભીરનો ટીમ ઈન્ડિયા માટે એક દમદાર રેકોર્ડ રહ્યો છે. વિશ્વ કપની વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા છે. ગંભીર એક સારા માર્ગદર્શક પણ રહેલા છે. તે આઈપીએલ 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સનાં માર્ગદર્શક હતા. અને ટીમને વિજેતા બનાવી. ટીમ ઈંડિયાનાં નવા હેડ કોચની હાલ શોધખોળ ચાલી રહી છે. જે માટે લોકોનાં અભિપ્રાય માંગવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ ગંભીરને ટીમ ઈંડિયાનાં હેડ કોચ બનાવવામાં આવી શકે છે. જેને લઈ બીસીબીઆઈ માં વાતચીત ચાલી રહી છે.

સ્પોર્ટની વેબસાઈટનાં એક રિપોર્ટ મુજબ આઈપીએલ ફ્રેન્ચાઈઝીનાં માલિકે આ મામલે જાણકારી આપી છે. મળતી માહિતી મુજબ ગૌતમ ગંભીર ટીમ ઈંડિયાનાં હવેનાં કોચ ગશે. જેને લઈને બીસીસીઆઈની મીટીંગ થઈ ચૂકી છે. તેમજ કાયદેસરની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. હાલમાં ટીમ ઈંડિયાનાં હેડ કોચને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેમજ એટલે સુધી જાણવા મળી રહ્યું છે કે શાહરૂખખાન પણ આ વાત જાણે છે કે ગંભીર ને હેડ કોચ બનાવવામાં આવનાર છે.

405853991_899183091565074_6817601515493782797_n

ગંભીરની હાજરીમાં KKR બની ચેમ્પિયન

ગંભીર KKR નાં પહેલા લખનો સુપર જાયન્ટ્સનાં માર્ગદર્શક હતા. તેમની હાજરીમાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે જતાની સાથે જ ટીમના પ્રદર્શનમાં ધબડકો થયો હતો. લખનૌની ટીમ IPL 2024ના પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. બીજી તરફ KKR કપ જીત્યો છે. તેમજ KKR IPL 2024 ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની.

વધુ વાંચોઃ બાબરને ચઢ્યો પાવર, ચાહકોને કહ્યું દૂર રહો અહિયાંથી, બોડીગાર્ડે ગુસ્સે ભરાયો

આંતરરાષ્ટ્રીય કારકિર્દી મજબૂત રહી છે

ગૌતમ ગંભીરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 147 ODI મેચ રમી છે. આ દરમિયાન 5238 રન બનાવ્યા છે. ગંભીરે વનડેમાં 11 સદી અને 34 અડધી સદી ફટકારી છે. તેણે 58 ટેસ્ટ મેચમાં 4154 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 22 અડધી સદી ફટકારી છે. તેણે બેવડી સદી પણ ફટકારી છે. ગંભીરે ભારત માટે 37 T20 મેચ પણ રમી છે. જેમાં 932 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 અડધી સદી ફટકારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Gambhir Cricket Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ