બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કોના કારણે ભારત બંને ટેસ્ટ મેચ શરમજનક રીતે હાર્યું? કોચ ગૌતમનું 'ગંભીર' નિવેદન
Last Updated: 04:38 PM, 31 October 2024
ભારતીય ટીમનું પ્રદર્શન છેલ્લા થોડાક સમયથી સારું નથી રહ્યું. હાલમાં ભારતીય ટીમના કોચે ભારતીય ખેલાડીઓને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીની છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું ખરાબ રહ્યું છે. ભારતીય ટીમે પ્રથમ બે મેચ હાર્યા બાદ શ્રેણી ગુમાવી દીધી છે. આ શ્રેણીમાં ભારતીય બેટિંગ ઘણા પ્રશ્નોના ઘેરામાં રહી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોતાના ઘરે સ્પિનરો સામે નબળા સાબિત થયા છે. પુણે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની 20માંથી 18 વિકેટ સ્પિનરોના નામે હતી. આવી સ્થિતિમાં ઘણા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા છે કે સ્પિન બોલિંગ રમવામાં ભારતીય બેટ્સમેનોનું કૌશલ્ય ઘટી ગયું છે. હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ મુદ્દે પોતાના ખેલાડીઓનો બચાવ કર્યો છે. આ સાથે તેણે સ્પિનરો સામે ફ્લોપ થવાનું કારણ પણ આપ્યું છે.
ADVERTISEMENT
Gambhir feels T20s, flat pitches are cause of more attacking game in Test format
— ANI Digital (@ani_digital) October 31, 2024
Read @ANI Story | https://t.co/2A7vVeQzaB#GautamGambhir #India #NewZealand #MumbaiTest #INDvsNZ pic.twitter.com/XPaIjh6lFa
ADVERTISEMENT
ગૌતમ ગંભીરે મુંબઈ ટેસ્ટ મેચ પહેલા એ દાવાઓને ફગાવી દીધા હતા કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પિન બોલિંગ રમવામાં ભારતીય બેટ્સમેનોની કુશળતા ઘટી છે. પુણેમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનો સ્પિન-ફ્રેન્ડલી પિચ પર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને ટીમને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી મેચ પહેલા જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરને પૂછવામાં આવ્યું કે શું ભારતીય બેટ્સમેનોની સ્પિન રમવામાં કૌશલ્ય ઘટી ગયું છે તો તેણે કહ્યું, હું એવું માનતો નથી. કેટલીકવાર તમારે વિરોધી ટીમને પણ ક્રેડિટ આપવી પડે છે. મિશેલ સેન્ટનરે છેલ્લી મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. પરંતુ આપણે સખત મહેનત ચાલુ રાખવી પડશે. અમારા ખેલાડીઓ સખત મહેનત કરી રહ્યા છે.
📍 Wankhede Stadium, Mumbai
— BCCI (@BCCI) October 30, 2024
Gearing 🆙 for the 3rd and Final #INDvNZ Test 👌👌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/M9ZNLkQCsQ
ગૌતમ ગંભીરને લાગે છે કે T20 ક્રિકેટના કારણે ડિફેન્સિવ બેટિંગની કળાને અસર થઈ છે. ક્રિકેટરોને હવે આક્રમક ક્રિકેટ રમવાની આદત પડી ગઈ છે જેના કારણે ડિફેન્સિવ બેટિંગની કળા પર અસર પડી છે. તેણે કહ્યું, ક્યારેક તમને બોલને ફટકારવાની એટલી આદત પડી જાય છે કે તમે આઠ કે 10 વર્ષ પહેલાંની જેમ રક્ષણાત્મક રીતે રમવાનું ભૂલી જાઓ છો. સંપૂર્ણ ક્રિકેટર તે છે જે T20 ફોર્મેટ અને ટેસ્ટ ક્રિકેટ બંનેમાં સફળતા હાંસલ કરે છે. તે તરત જ સંજોગોને અનુકૂળ થઈ જાય છે.
વધુ વાંચો : ગૌતમ ગંભીરની મુશ્કેલી વધી, છેતરપિંડી કેસમાં કોર્ટે ફરી તપાસનો આપ્યો આદેશ
ગૌતમ ગંભીરે કહ્યું, સફળ ટેસ્ટ ક્રિકેટર બનવા માટે તમારે વિરાટ જેવા ખેલાડીઓની જરૂર છે, તમે એવા તમામ મહાન ખેલાડીઓને જુઓ કે જેમણે લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે, તેમનો ડિફેન્સ હંમેશા સારો રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તમારી બેટિંગનો આધાર ડિફેન્સ હોવો જોઈએ. આપણે એવા ખેલાડીઓને ઓળખવા પડશે કે જેઓ નક્કર લાલ બોલના ક્રિકેટર છે. કારણ કે પરિણામ મેળવવા માટે તમારે 3 કે 4 દિવસ કે 5 દિવસ ઈમાનદારીથી મહેનત કરવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ન્યુઝીલેન્ડ ટેસ્ટ ભારે પડી / કોહલી 'વિરાટ' ન રહ્યો! લાભ પાંચમના દિવસે જ આવ્યાં માઠા સમાચાર, પહેલી વાર બન્યું આવું
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.