Gautam Gambhir corona report positive tweeted and Requested to them who came in contact
કોવિડ પોઝિટીવ /
ગૌતમ ગંભીરનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા હડકંપ, સંપર્કમાં આવેલ તમામને તપાસ કરાવવા અપીલ
Team VTV10:45 AM, 25 Jan 22
| Updated: 11:01 AM, 25 Jan 22
BJP સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી અને પોતાના સંપર્કમાં આવેલ તમામને તપાસ કરાવવાની અપીલ કરી હતી.
ગૌતમ ગંભીર કોરોના પોઝિટીવ
ટ્વિટ કરીને આપી જાણકારી
સંપર્કમાં આવેલ તમામને તપાસ કરાવવા અપીલ
ગંભીરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
BJP સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચ્યો હતો. તેઓ ક્રિકેટમાં પણ સક્રિય છે ઉપરાંત રાજકારણમાં પણ સક્રિય હોવાના કારણે ઘણા લોકોના સંપર્કમાં આવતા હોય છે.
After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested. #StaySafe
પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ ગૌતમ ગંભીરને કોરોના સંક્રમણ થયું છે. આ જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી છે. ગંભીરમાં કોરોનાનાં હળવા લક્ષણો હતા, ત્યારપછી તેમણે તેની તપાસ કરાવી અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. કોરોનાથી સંક્રમિત થયા બાદ ગંભીરે તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે.