2011 વર્લ્ડ કપના હિરો ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ટ્વિટ કરી નિવૃતિની કરી જાહેરાત

By : hiren joshi 09:18 PM, 04 December 2018 | Updated : 09:18 PM, 04 December 2018
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય બોટ્સમેન ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટ્સથી સન્યાસ લઇ લીધો છે. મંગળવારે તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર સંદેશ દ્વારા પોતાના સન્યાસની જાહેરાત કરી.

37 વર્ષના ગંભીરે ભારત તરફથી પોતાની છેલ્લી ટેસ્ટ 2016માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રાજકોટમાં રમાઇ હતી. તેમણે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 58 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 41.95ની સરેરાશે 4154 રન બનાવ્યા, જેમાં નવ સદી સામેલ છે.

ગંભીર 147 વનડે ઇન્ટરનેશનલમાં 39.68ની સરેરાશથી 5238 રન બનાવ્યા. જેમાં 2011 વર્લ્ડ કપ ફાઇનલની તે 97 રનોની શાનદાર ઇનિંગ છે, જેથી ભારતને બીજા વર્લ્ડ કપ પર જીત મેળવી હતી. વનડેમાં તેમણે 11 સદીવાળી ઇનિંગ્સ રમી હતી. ગંભીરે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ પોતાની છાપ છોડી હતી. તેમણે 37 મેચોમાં સાત અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા હતા, જેમાં તેમની સરેરાશ 27.41ની રહી હતી.

ગંભીરે કહ્યું કે, પોતાના દેશ માટે 15 વર્ષથી પણ વધુ સમય સુધી ક્રિકેટ રમ્યા બાદ તેમણે આ ખુબસુરત રમતથી અલવિદા કહેવા માંગુ છું.
  ગંભીરે હાલમાં જ આઇપીએલની દિલ્હી ફ્રેન્ચાઇજીને રિલીઝ કરી દીધી હતી. આઇપીએલમાં પણ તેમણે સફળતાનો સ્વાદ ચાખ્યો અને કોલકાતા નાઇટ રાઇડર્સને 2012 અને 2014માં કેપ્ટન તરીકે ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.Recent Story

Popular Story