આજે દેશમાં 7 રાજ્ય અને 59 બેઠક પર મતદાન યોજાયું છે. ત્યારે તમામ લોકો વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર ખાતે મતદાન માટે ઉમટ્યા હતા. ત્યારે ક્રિકેટર્સે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે પોતાના મતદાન ક્ષેત્રમાં જઈને વોટિંગ કર્યુ હતું. ગૌતમ ગંભીર પોતાની પત્ની નતાશા જૈન સાથે પૂર્વ દિલ્હી મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. અહીં પહોંચીને તેઓ લાઈનમાં ઉભા રહ્યા અને બાદમાં પત્ની નતાશા સાથે વોટિંગ કર્યું હતું. જ્યારે ગૌતમ ગંભીર વોટિંગ કરીને મતદાન કેન્દ્રની બહાર આવ્યા ત્યારે લોકોએ તેમની સાથે સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરી હતી. લોકોએ ગંભીર સાથે અનેક સેલ્ફી લીધી હતી. પણ ગૌતમ ગંભીરે મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતુ. તેઓએ લોકોને વધુમાં વધુ વોટિંગ માટે અપીલ કરી હતી.
BJP Candidate from East Delhi Gautam Gambhir casts his vote at a polling booth in Old Rajinder Nagar. He is up against AAP's Atishi and Congress's Arvinder Singh Lovely pic.twitter.com/uzQZdH7qzN
મહત્વનું છે કે પૂર્વ દિલ્હી બેઠક પર આપે આતિશીને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે પૂર્વ મંત્રી અરવિંદરસિંહ લવલીને મેદાને ઉતાર્યા છે. જેથી ગંભીરનો આતિશી અને અરવિંદરસિંહ લવલી સાથે જંગ જામશે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કર્યુ મતદાન
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિરાટ કોહલીએ હરિયાણાની ગુરૂગ્રામ બેઠક પરથી પોતાનું મતદાન કર્યું હતું. તો વિરાટ કોહલી મતદાન મથકે પહોંચ્યા અને વોટિંગ કરીને મતદાન કેન્દ્ર બહાર આવ્યા ત્યારે લોકોએ સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ લોકોને વધુમાં વધુ વોટિંગ માટે પણ અપીલ કરી હતી.
Haryana: Team India Captain Virat Kohli after casting his vote at a polling booth in Pinecrest School in Gurugram pic.twitter.com/z3vzJvxWSp
ઉલ્લેખનીય છે કે, મહિનાના અંતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપમાં વિરાટ કોહલી આગેવાની કરી રહ્યા છે. તાજેતરમાં જ વિરાટની ટીમ આર.સી.બી. આઈપીએલની બહાર થઈ છે. ત્યારે વિરાટ કોહલી પણ મતદાન કરવા માટે ગુરૂગ્રામ બેઠક પર પહોંચ્યા હતા અને મતદાન પહેલા તેઓ લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. જ્યારે વિરાટ કોહલી મતદાન કરીને બહાર આવ્યા ત્યારે લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. ત્યારે વિરાટે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી.