ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીની હીરાના વેપારીની પુત્રી દીવા જૈમિન શાહ સાથે સગાઈ થઈ છે, જૈમિન શાહ સી.દિનેશ એન્ડ કંપની પ્રા લિ.ના માલિક છે
ગૌતમ અદાણીના નાના પુત્ર જીતની સગાઈ થઈ
હીરાના વેપારીની પુત્રી દીવા જૈમિન શાહ સાથે જીતની સગાઈ થઈ
અદાણી પરિવારની ભાવિ પુત્રવધૂ દીવા જૈમિન શાહ
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે ફરીએકવાર શરણાઈના શૂર ગુજશે. તેમના નાના પુત્ર જીત અદાણીની સગાઈ થઈ ગઈ છે. પાપ્ત અહેવાલ મુજબ હીરાના વેપારીની પુત્રી દીવા જૈમિન શાહ હવે અદાણી પરિવારની નાની વહુ બનશે. આપને જણાવી દઈએ કે, લગ્નની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
જૈમિન શાહ સી.દિનેશ એન્ડ કંપની પ્રા લિ.ના માલિક છે
ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીની 12 માર્ચ 2023ના રોજ દીવા જૈમિન શાહ સાથે સગાઈ કરી થઈ છે. અમદાવાદમાં ખાતે સગાઈનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બંને પરિવારના સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અદાણીની ભાવિ પુત્રવધૂ દીવા જૈમિન શાહ સી.દિનેશ એન્ડ કંપની પ્રા લિ.ના માલિક જૈમિન શાહની પુત્રી છે.
ગૌતમ અદાણીને બે પુત્ર છે
ગૌતમ અદાણીને બે પુત્ર છે. મોટા પુત્રનું નામ કરણ અદાણી અને નાનાનું નામ જીત અદાણી છે. નાનો પુત્ર જીત અદાણીનો જન્મ 7 નવેમ્બર 1997ના રોજ થયો હતો. જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમજ જીત વર્ષ 2019માં ભારત પરત ફર્યો હતો. જીત અદાણી અને તેમના મોટા ભાઈ કરણ બંનેએ વિદેશમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે. જીત અદાણી પણ તેમના પિતા અને મોટાભાઈની જેમ જ બિઝનેસ સંભાળી રહ્યાં છે.
જીત અદાણી 2019થી કોરોબાર સંભાળી રહ્યાં છે
જીત અદાણી વર્ષ 2019થી અદાણી ગ્રૂપના કારોબાર સાથે સંકળાયેલા છે. અને તેઓ તેમના પિતાના બિઝનેસમાં સહભાગી થઈ રહ્યાં છે. જીત અદાણીને વર્ષ 2022માં અદાણી ગ્રુપમાં વાઇસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અદાણી ગ્રુપનો દેશ અને દુનિયામાં મોટો બિઝનેસ છે. અદાણી ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ ગૌતમ અદાણી છે. અદાણી ગ્રૂપ મુખ્યત્વે બંદરો, તેલ અને ગેસ સંશોધન, વીજ ઉત્પાદન, કોલસાના વેપાર, ગેસ વિતરણ અને કોલસાના ખાણકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
કરણ અદાણીના લગ્ન પરિધિના સાથે થયાં છે
અગાઉ ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણના લગ્ન દેશના જાણીતા કોર્પોરેટ વકીલ સિરિલ શ્રોફની પુત્રી પરિધિ સાથે થયા હતા. કરણ અદાણી અને પરિધિના લગ્ન વર્ષ 2013માં થયા હતા. બંનેના લગ્નમાં પીએમ મોદીએ પણ હાજરી આપી હતી. કરણ અદાણી હાલમાં અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડ (APSEZ)ના CEO છે.