બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:47 PM, 15 February 2025
ભારતના જાણીતા ઉદ્યોગપતી ગૌતમ અદાણી શનિવારની સાંજે પત્નિ સાથે અજમેર શરીફ ગયા હતા.ગૌતમ અદાણીએ તેમની પત્ની પ્રીતિ અદાણી સાથે અજમેર શરીફ દરગાહએ ફુલોની ચાદર ચઢાવી હતી.
ADVERTISEMENT
આ ખાસ અવસર પર અદાણીએ કાળા કલરનો સૂટ પહેર્યો હતો.અને માથા પર પારંપરિક ટોપી પહેરી હતી.જ્યારે તેમની પત્નિ પ્રિતી અદાણીએ લીલા રંગની સાડી પહેરી હતી.અને માથા પણ પલ્લિ નાખ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: તમારા બાળકોને પરીક્ષાના સ્ટ્રેસથી દૂર રાખવા ખવડાવો ત્રણ ફૂડ, મેમરી પાવર પણ વધશે
તમને જણાવીએ કે જાન્યુઆરીમાં, ગૌતમ અદાણી પવિત્ર સ્નાન કરવા માટે તેની પત્ની અને પરિવાર સાથે મહાકુંભમાં ત્રિવેની સંગમ ગયા હતા. મહાકુંભમાં, ગૌતમ અદાણી એસ્કોન મંદિરની શિબીરમાં જઇને ભોગ બનાવ્યો હતો.અને મહાકુંભમાં આવેલા લોકોને તે ભોગ આપ્યો હતો.
અજમેર શરીફ દરગાહ શા માટે પ્રખ્યાત છે?
અજમેર શરીફમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીનો મકબરો છે. જેમને પયગંબર મુહમ્મદના વંશજ માનવામાં આવે છે. તેમની વિશ્વ યાત્રા દરમિયાન તેઓ લાહોર થઈને અજમેર પહોંચ્યા અને ઈ.સ 1192થી 126 સુધી આ અજમેર શરીફ શહેરમાં રહ્યા હતા. મુઘલ સમ્રાટ હુમાયુ દ્વારા અજમેર શરીફમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના માનમાં બનાવવામાં આવ્યો હતો. આ દરગાહમાં જ્યાં મકબરો આવેલો છે, ત્યાં ચાંદીના દરવાજા લગાવેલો છે.
ગુજરાતના અમદાવાદમાં યોજાયેલા ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્નમાં નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અદાણીના પુત્ર અને પુત્રવધૂએ તેમના લગ્ન પહેલા અપંગ યુગલોના લગ્ન માટે લાખો રૂપિયાનું દાન આપ્યું હતું અને દર વર્ષે આવા યુગલોના લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.