બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 08:47 AM, 24 July 2021
ADVERTISEMENT
મળતી માહિતિ અનુસાર અદાણી વિલ્મરનો આઈપીઓ આવતા અઠવાડિયે માર્કેટ રેગ્યુલેટર સેબીની પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ જમા કરી શકે છે. રિપોર્ટમાં દાવો છે કે અદાણી વિલ્મર 5 હજાર કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી શકે છે. આઈપીઓ માટે જેપી મોર્ગન, કોટક મહિન્દ્રા કેપિટલ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીને સંભાવિત બેંકર બનાવવામાં આવી શકે છે.
ADVERTISEMENT
દેશની સૌથી મોટી ફૂડ કંપની બનવાની છે યોજના
અદાણી ગ્રૂપ કંપની અદાણી વિલ્મરે 2027 સુધીમાં દેશની સૌથી મોટી ફૂડ કંપની બનવાનું લક્ષ્ય રાખ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ લક્ષ્યને પૂરું કરવા માટે આઈપીઓ લાવવામાં આવી રહ્યો છે. આ આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કારોબારના વિસ્તારમાં કરાશે. હાલમાં ખાવાના તેલના કારોબારમાં અદાણી વિલ્મરની બજારની ભાગીદારી 20 ટકાની છે.
અદાણી ગ્રૂપ અને સિંગાપુરની કંપનીનું જોઈન્ટ વેન્ચર છે અદાણી વિલ્મર
અદાણી વિલ્મર અદાણી ગ્રૂપ અને સિંગાપુરની કંપનીનું જોઈન્ટ વેન્ચર છે. તેમાં અદાણી ગ્રૂપ અને વિલ્મરની 50-50 ટકા ભાગીદારી છે. અદાણી વિલ્મરની સ્થાપના 1999માં થઈ. ફોર્ચ્યુન રિફાઈન્ડ ઓઈલ અદાણી વિલ્મરની સોથી પોપ્યુલર બ્રાન્ડ છે. આ સિવાય કંપનીના ખાદ્યતેલ, બાસમતી ચોખા, લોટ, મેંદો, રવો, દાળ અને ચણાનો લોટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.