અદાણી ગ્રુપના શેરમાં વધારો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
ભારત સાથે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી
આરામકો સાથે રિલાયન્સની ડીલ તુંટતા શેરના ભાવ ઘટ્યા હતા
બે દિવસની માર્કેટ ફેરબદલે ગૌતમ અદાણીને સૌથી ધનવાન વ્યક્તિ બનાવ્યા
ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે દેશ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ નથી રહ્યાં, કારણ કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના શેરમાં જંગી વધારા બાદ તેમની ગ્રુપ કંપનીઓ પાસેથી તાજ છીનવી લીધો છે.
ડીલ બ્રેક બાદ રિલાયન્સના શેરમાં ઘટાડો થયો હતો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જૂન 2015થી સૌથી અમીર ભારતીયના પદ પર છે. બુધવારે શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરમાં અદભૂત ઉછાળો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર બન્યા છે. હકીકતમાં, સાઉદી અરામ્કો સાથેની ડીલ તૂટ્યા બાદ રિલાયન્સના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.44 ટકાના ઘટાડા સાથે રૂ. 2351.40 પર બંધ થયો હતો.
અદાણી ગૃપના શેરમાં તીવ્ર વધારો
જ્યારે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. અદાણી પોર્ટ્સ 4.63 ટકા વધીને રૂ. 763, અદાણી એન્ટરપ્રાઇઝ 2.08 ટકા વધી રૂ. 1742.90 પર, જ્યારે અદાણી ટ્રાન્સમિશન 0.36 ટકાના વધારા સાથે 1948 પર બંધ થયું. તમને જણાવી દઈએ કે, અદાણી ગ્રુપની કુલ છ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. જેમાં આ ત્રણ કંપનીઓ સિવાય અદાણી ગ્રીન, અદાવી પાવર અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો વધારો
છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 55 અબજ ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં માત્ર 14.3 અબજ ડોલરનો વધારો થયો છે.