બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Gautam Adani repaid the loan of 2.65 billion dollar ahead of time

બિઝનેસ / ગૌતમ અદાણીએ આપી વધુ એક ગુડ ન્યૂઝ, સમય પહેલા ચુકવી નાખી 2.65 અબજ ડોલરની લોન

Arohi

Last Updated: 12:01 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણીએ આ લોનની ચુકવણી કરતા રોકાણકારોનો ભરોસો પાછો જીતવા તરફ વધુ એક પગલું ભર્યું છે. આ પહેલા ખબર સામે આવી હતી કે ખર્ચ માટે અદાણી ગ્રુપ અંબુજા સીમેન્ટ્સ લિમિટેડમાં પોતાની 4થી 5 ટકા ભાગીદારી વેચી શકે છે.

  • ગૌતમ અદાણીએ આપી વધુ એક ગુડ ન્યૂઝ 
  • સમય પહેલા ચુકવી 2.65 અબજ ડોલરની લોન 
  • અંબુજા સીમેન્ટ્સમાં વેચી શકે છે 4થી5 ટકાની ભાગીદારી

અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગની અસર ગૌતમ અદાણીના નેતૃત્વ વાળા અદાણી ગ્રુપ પર સતત ઓછી થઈ રહી છે અને ગ્રુપ પણ પોતાના રોકાણકારોનો ભરોશો પરત મેળવવામાં એક મોટુ પગલું ભરવા જઈ રહ્યું છે.

તેના હેઠળ હાલમાં જ અદાણી ગ્રુપે 2.65 અબજ ડોલરની લોનની ચુકવણી સમય પહેલા કરી દીધી છે. આવામાં અંબુજા સીમેન્ટના અધિગ્રહણ માટે લોનમાં 50 કરોડ ડોલરનું પેમેન્ટ પણ શામેલ છે. 

31 માર્ચ હતી લોન ચુકવણીની ડેડલાઈન 
અદાણી ગ્રુપની તરફથી રવિવારે આ સંબંધમાં એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે રોકાણકારોનો વિશ્વાસ પરત જીતવાને ધ્યાનમાં રાખીને અમે સમય પહેલા 2.65 અબજ ડોલરની લોનની ચુકવણી કરી દીધી છે. 

તેની ડેડલાઈન 31 માર્ચ 2023 હતી. પરંતુ પેમેન્ટ પહેલા જ કરી દેવામાં આવ્યું છે. નિવેદન અનુસાર, 2.15 અબજ ડોલરની લોનની લિસ્ટેડ કંપનીઓમાં સ્ટોક્સને ગીરવી રાખવામાં આવ્યા હતા જ્યારે અંબુજા સિમેન્ટ ના અધિગ્રહણ માટે 50 કરોડ ડોલર લેવામાં આવ્યા હતા. 

સીમેન્ટ સેક્ટરના બીજા મોટા પ્લેયર 
અદાણી ગ્રુપની તરફથી કરવામાં આવ્યું હતું કે પ્રમોટર્સની હવે અંબુજા સીમેન્ટ અને એસીસી સીમેન્ટના 6.6 અબજ ડોલરની કુલ વેલ્યુમાં 2.6 અબજ ડોલરનું રોકાણ છે. 

મહત્વનું છે કે વર્ષ 2022માં ગૌતમ અદાણીના નેતૃત્વ વાળા ગ્રુપે 10.5 અરબ ડોલરની ડિલમાં પ્રમુખ ભારતીય સીમેન્ટ પ્લેયર્સ, અંબુજા સીમેન્ટ્સ અને એસીસીનું અધિગ્રહણ પુરૂ કર્યું હતું. તેની સાથે જ આ દેશના બીજા સૌથી મોટા સીમેન્ટ પ્લેયર બની ગયા. 

સીમેન્ટ્સમાં વેચી શકે છે ભાગીદારી? 
આ પહેલા એવી ખબર આવી રહી હતી કે લોન ચુકવવા માટે અદાણી ગ્રુપ મોટો નિર્ણય લઈ શકે છે. તેના હેઠળ લોનને ઓછી કરવા માટે અદાણી ગ્રુપ અંબુજા સીમેન્ટ્સ લિમિટેડમાં પોતાની 4થી 5 ટકા ભાગીદારી વેચી શકે છે. ભાગીદારીની કિંમત 450 મિલિયન ડોલર જણાવવામાં આવી રહી છે. 

પહેલા ચુકવી હતી 7300 કરોડની લોન
અદાણી ગ્રુપની તરફથી થોડા દિવસો પહેલા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેણે ગ્રુપની 4 લિસ્ટેડ કંપનીઓમાં શેરને ગિરવી રાખીને લિધેલી 7,374 કરોડ રૂપિયાની લોનનું પેમેન્ટ કરી દીધુ છે. 

ત્યાં જ હવે સમય પહેલા કરવામાં આવેલી ચુકવણીના આંકડા વધીને 2.15 અબજ ડોલર કરવામાં આવ્યા છે. તેના ઉપરાંત અંબુજા અધિગ્રહણના 50 કરોડ ડોલરની લોન ચુકવણી પણ તેમાં જોડાઈ ગઈ છે. જોકે ગ્રુપની તરફથી આ ભારે ભરખમ દેવાને ચુવવા માટે રકમના સોર્સનો ખુલાસો કરવામાં આવ્યો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Adani Loan prepayment ગૌતમ અદાણી લોન Gautam Adani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ