Gautam Adani re-enters Forbes top 20 richest, gains $463 mn
મોટી રાહત /
ગુડ ન્યૂઝ ફોર ગૌતમ અદાણી, ફરી સામેલ થયા ટોપ-20 અમીરોની યાદીમાં, જાણો કેટલી વધી આવક
Team VTV10:17 PM, 08 Feb 23
| Updated: 11:05 PM, 08 Feb 23
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ફરી વાર વિશ્વના ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થયાં છે.
હિંડનબર્ગ રિપોર્ટ બાદ પહેલી વાર ગૌતમ અદાણી માટે ગુડ ન્યુઝ
ફરી વાર ટોપ-20 અમીરોની યાદીમાં થયા સામેલ
બન્યાં દુનિયાના 17મા અમીર
પહેલા 20માંથી પણ હતા બહાર
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ફરી એક વખત વિશ્વના ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર ગૌતમ અદાણી હવે આ લિસ્ટમાં 17માં સ્થાને પહોંચી ગયા છે. મંગળવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો હતો.
આ પછી ગૌતમ અદાણીની કુલ નેટવર્થમાં વધારો થયો છે.
62.4 અબજ ડોલર સાથે બન્યાં દુનિયાના 17મા અમીર
ગૌતમ અદાણીની કુલ નેટવર્થની વાત કરીએ તો તેઓ 62.4 અબજ ડોલર સુધી પહોંચી ગયા છે અને હવે ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં તેઓ 17માં સ્થાને પહોંચી ગયા છે. 7 ફેબ્રુઆરીએ અદાણી ગ્રુપના શેરમાં વધારો થયા બાદ અદાણીની સંપત્તિમાં કુલ 463.20 કરોડ ડોલરનો વધારો થયો હતો. આ પછી તે ફરી એકવાર ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે.
82.5 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી એશિયાના સૌથી મોટા ધનવાન
મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 82.5 અબજ ડોલર છે. ફોર્બ્સના સૌથી ધનિક લોકોની યાદીમાં તેમને 11મું સ્થાન મળ્યું છે. ફોર્બ્સના રિયલ ટાઇમ અબજોપતિઓની યાદી અનુસાર, લુઇસ વીટનના સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 213.2 અબજ ડોલર છે. ટેસ્લા અને ટ્વિટરના માલિક એલન મસ્ક બીજા નંબર પર છે. તેમની કુલ સંપત્તિ 188.6 અબજ ડોલર છે. આ સાથે જ એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.
અદાણી કંપનીઓના શેરમાં આવ્યો સુધારો
ગૌતમ અદાણી એક સમયે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા, પરંતુ અદાણી જૂથની કંપનીઓના શેરમાં ભારે ઘટાડાને કારણે, તેઓ ગયા અઠવાડિયે ટોપ -20 ધનિક લોકોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા હતા. અદાણી એન્ટરપ્રાઇઝના શેર બે સપ્તાહના ભારે ઘટાડા બાદ મંગળવારે 25% વધીને તેમના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. આ સિવાય અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી વિલ્મર લિમિટેડના શેરમાં પણ તેજી આવી છે.