બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Gautam Adani made a big announcement on the Coromandel train accident, took responsibility for the education of all the children who lost their parents in the incident.

સરાહનીય / અદાણીની દરિયાદિલી: ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના બાળકોનો તમામ શિક્ષણ ખર્ચ ઉઠાવશે, ગૌતમ અદાણીનું એલાન

Pravin Joshi

Last Updated: 06:39 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોમંડલ ટ્રેન દુર્ઘટના પર ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી છે. તેમણે અકસ્માતમાં માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણની જવાબદારી લેવાની વાત કરી છે.

  • કોરોમંડલ ટ્રેન દુર્ઘટના પર ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી 
  • માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણની જવાબદારી અદાણી ગૃપ લેશે
  • ગૌતમ અદાણીના આ નિવેદનથી પીડિત બાળકોને મોટી રાહત મળી 
  • ઓડિશામાં થયેલા અકસ્માતમાં લગભગ 288 લોકોએ જીવ ગુમાવ્યા 

કોરોમંડલ ટ્રેન દુર્ઘટના પર ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે અકસ્માતમાં માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણની જવાબદારી હવે અદાણી ગ્રુપ લેશે. જણાવી દઈએ કે, ઓડિશામાં થયેલા અકસ્માતમાં લગભગ 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકો, વૃદ્ધો સહિત અનેક લોકો સામેલ છે. ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જો કે, જેમણે જીવ ગુમાવ્યો છે તેમને કોઈ પરત લાવી શકતું નથી. પરંતુ ગૌતમ અદાણીના આ નિવેદનથી પીડિત બાળકોને મોટી રાહત મળી છે.

કોરોમંડલ ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. વડા પ્રધાનથી લઈને રેલવે મંત્રાલય અને અન્ય રાજ્ય સરકારો આ મુશ્કેલીના સમયમાં મૃતકો અને પીડિતોના પરિવારજનો સાથે છે. વડા પ્રધાન મોદીએ પણ ઘટનાની સમીક્ષા કર્યા પછી કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં.

ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રવિવારે ટ્વીટ કર્યું કે તેઓ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. લોકોની તકલીફને અમુક અંશે ઘટાડવા માટે અદાણી ગૃપે નિર્ણય લીધો છે કે તે અકસ્માતમાં તેમના માતાપિતા ગુમાવનારા બાળકોના શાળાકીય શિક્ષણની જવાબદારી લેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીડિતો અને તેમના પરિવારજનોને હિંમત આપવાની અને બાળકોનું ભવિષ્ય સારું બનાવવાની જવાબદારી આપણા સૌની છે.

 

10 લાખના વળતરની જાહેરાત 

કોરોમંડલ ટ્રેન દુર્ઘટનામાં, વડા પ્રધાન મોદીએ મૃતકોના નજીકના સંબંધીઓ માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાના વળતરની જાહેરાત મૃતકોના સંબંધીઓ અને ઘાયલો માટે પીએમ રાહત ફંડમાંથી કરી છે. બીજી તરફ રેલ્વે મંત્રાલયે પણ મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ તેમના રાજ્યોના પીડિત પરિવારોને વળતરની જાહેરાત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Announcement Children Coromandel Education GautamAdani incident odisha parents responsibility trainaccident Gautam Adani made a big announcement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ