બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / અમેરિકાના ફંડિંગને લઇ અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, કહ્યું 'અમારા દમ પર કોલંબો પ્રોજેક્ટ પૂરો કરીશું'
Last Updated: 01:56 PM, 11 December 2024
Gautam Adani News: અમેરિકામાં કથિત લાંચના આરોપોનો સામનો કરી રહેલા ગૌતમ અદાણી (Gautam Adani) ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, તેમની કંપનીએ શ્રીલંકામાં તેના કોલંબો પોર્ટ પ્રોજેક્ટ (Colombo Port Project) માટે અમેરિકન ફંડિંગને નકારી કાઢ્યું છે. આ ફંડ 553 મિલિયન ડોલર (લગભગ 4692 કરોડ રૂપિયા)નું હતું. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આ સંદર્ભમાં માહિતી આપતા કહ્યું કે હવે તે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અમેરિકન ફંડિંગ નહીં, પરંતુ પોતાના સંસાધનોનો ઉપયોગ કરશે. મતલબ, ગૌતમ અદાણીની કંપની Adani Ports મોટો પ્રોજેક્ટ પોતાના પૈસાથી પૂરો કરશે.
ADVERTISEMENT
કોલંબો પોર્ટ પ્રોજેક્ટ (Colambo Port Project) શું છે?
સૌથી પહેલા વાત કરીએ કે શ્રીલંકાનો આ કોલંબો પોર્ટ પ્રોજેક્ટ (Colambo Port Project) શું છે? કોલંબો પોર્ટની ક્ષમતાઓ વધારવાનો આ પ્રોજેક્ટ વર્ષ 2021માં શરૂ કરવામાં આવ્યો હતો અને તે ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સ (Adani Ports) અને શ્રીલંકાના જૂથ જોન કીલ્સ હોલ્ડિંગ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. આ કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) શ્રીલંકામાં સૌથી મોટું કન્ટેનર ટર્મિનલ હશે. આ કામ પૂર્ણ કરવા માટે અદાણી ગ્રુપની કંપનીએ અમેરિકન ફંડિંગ માટે વાતચીત શરૂ કરી હતી.
ADVERTISEMENT
ગયા વર્ષે નવેમ્બરમાં થઈ હતી ડીલ
અદાણી પોર્ટ્સે (Adani Ports) કોલંબોમાં આ પ્રોજેક્ટ માટે યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC) સાથે $553 મિલિયન ફંડિંગ વિશે વાત કરી હતી, જેને ગયા વર્ષે નવેમ્બરમાં મંજૂરી પણ મળી ગઈ હતી અને તેની સમીક્ષા પ્રક્રિયા ચાલી રહી હતી. પરંતુ આ દરમિયાન અમેરિકામાં લાગેલા કથિત આરોપો વચ્ચે અદાણી પોર્ટ્સ (APSEZ)એ મોટો નિર્ણય લેતા આ ફંડિંગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.
ફાઈલિંગમાં કંપનીએ આપી આ જાણકારી
અહેવાલ મુજબ, અબજોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) ની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે (Adani Group) મંગળવારે મોડી રાત્રે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે તેઓ હવે શ્રીલંકાના પોર્ટ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે પોતાના સંસાધનોનો ઉપયોગ કરશે અને DFC પાસેથી યુએસ ભંડોળની દંગ કરશે નહીં. આ સાથે, કંપની તરફથી જણાવવામાં આવ્યું કે આ કોલંબો પ્રોજેક્ટ આવતા વર્ષની શરૂઆતમાં કામગીરી શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને અમે યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન પાસેથી ભંડોળ માટે કરેલી અમારી વિનંતી પાછી ખેંચી લીધી છે.
આ પણ વાંચો: વિશાલ મેગા માર્ટ IPOમાં રોકાણ કરવાનો છે પ્લાનિંગ? તો થશે ફાયદો કે નુકસાન! જાણી લેજો
અદાણી પોર્ટ્સના શેરના હાલ
ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સ (Adani Ports) ના આ મોટા નિર્ણયને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. કંપનીના શેર વિશે વાત કરીએ તો, શેરબજારની સુસ્ત મૂવમેન્ટ વચ્ચે અદાણી પોર્ટ્સ (Adani Ports) નો શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં આ સ્ટોક રોકાણકારોના પૈસા ત્રણ ગણા કરનાર સાબિત થયો છે. વાસ્તવમાં, 2.67 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી અદાણીની આ કંપનીએ 5 વર્ષમાં રોકાણકારોને 228.31 ટકા વળતર આપ્યું છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT