Team VTV05:45 PM, 31 Oct 21
| Updated: 05:51 PM, 31 Oct 21
લંડનના પ્રતિષ્ઠિત વિજ્ઞાન સંગ્રહાલયના 2 ટ્રસ્ટીઓએ અદાણી ગ્રુપની એક કંપનીને સ્પૉન્સર બનાવતા રાજીનામાં આપ્યા છે.
ક્લાઈમેટ ચેન્જ પર બની રહેલી ગેલેરીમાં અદાણીને બનાવાયા સ્પૉન્સર
વિરોધમાં 2 ટ્રસ્ટિઓએ આપ્યા રાજીનામાં
અદાણીને ટાઇટલ સ્પૉન્સર બનાવવાની જાહેરાત આ મહિનાની શરૂઆતમાં કરાઈ હતી
લંડનના સાઇન્સ મ્યૂઝિયમ ગ્રીન એનર્જી પર એક ગેલેરીની જાહેરાત થઇ છે. આ નવી ગેલેરી તે કોન્સેપ્ટ બતાવશે જેમાં જળવાયુ પરિવર્તનને રોકવા માટે દુનિયાને પરંપરાગત ઉર્જાથી હરિત ઉર્જા તરફ શિફ્ટ થવાના રસ્તા બતાવવામાં આવશે.
આ ગેલેરીમાં અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જીને ટાઇટલ સ્પૉન્સર બનાવવામાં આવી છે. આ નિર્ણયનો સાઇન્સ મ્યૂઝિયમના 2 ટ્રસ્ટીઓએ વિરોધ કર્યો છે અને રાજીનામાં ધરી દીધા છે. આ રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે, અદાણીને ટાઇટલ સ્પૉન્સર બનાવવાની જાહેરાત આ મહિનાની શરૂઆતમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનની ઉપસ્થિતિમાં સંગ્રહાલયમાં આયોજિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન દરમિયાન કરાઈ હતી. સાઇન્સ મ્યૂઝિયમ બોર્ડ જાહેર સંસ્થા છે જે બ્રિટન સરકારની સંસ્કૃતિ, મીડિયા અને રમત વિભાગથી ફંડ એકત્ર કરે છે પરંતુ સ્વતંત્ર રીતે સંચાલિત હોય છે.
રાજીનામું આપનારા 2 ટ્રસ્ટીઓમાંથી એક છે, ડૉ. હન્ના ફ્રાઈ. હન્ના યુનિવર્સિટી કોલેજ લંડનમાં એસોસિએટ પ્રોફેસર છે. ડૉ. હન્ના ફ્રાઈએ કહ્યું કે, હું અદાણીની સાથે હાલમાં થયેલા કરારમાં સમર્થન નથી કરતી. જ્યારે રાજીનામું આપનારા ડૉ. જો ફોસ્ટર. જેઓ યૂકે સ્થિત ચેરિટી ઇન્સ્ટીટ્યૂટ ફૉર રિસર્ચ ઇન સ્કૂલ્સના ડાયરેક્ટર છે.
આ મહિનાની શરૂઆતમાં વિજ્ઞાન સંગ્રહાલયમાં અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, આગામી દાયકામાં ઉર્જા અને યુટીલિટી બિઝનેસમાં અદાણી પોર્ટફોલિયો કંપનીઓ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન અને સમગ્ર ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક રોકાણમાં 20 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરશે.