બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગૌતમ અદાણીની નેટવર્થમાં જોરદાર ઉછાળો, છેલ્લા 24 કલાકમાં જ રૂ. 6,46,29,31,95,000ની તેજી જોવા મળી
Last Updated: 11:27 AM, 15 January 2025
મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં તીવ્ર વધારો જોવા મળ્યો. આ વધારા સાથે, ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં 7.47 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 6,46,29,31,95,000નો વધારો થયો. આ સાથે, તેઓ ફરી એકવાર 73.5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ટોચના 20 સૌથી ધનિક લોકોની યાદીમાં જોડાયા છે.
ADVERTISEMENT
ટોપ 20માં એક દિવસમાં રી-એન્ટ્રી
ADVERTISEMENT
વિશ્વની ટોપ 3 બિઝનેસ એજન્સીમાં એક અદાણી ગ્રુપ પણ છે, અદાણી ગ્રૂપના ચેરમેન સોમવારે વિશ્વના સૌથી ધનિક ટોપ 20 લિસ્ટમાંથી બહાર થઈ ગઈ ગયા હતા પણ માત્ર એક જ દિવસમાં તેમણે બાજી પલટી નાખી અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મંગળવારે અદાણી વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિ બનીને ટોપ 20 ના લિસ્ટમાં પાછા આવી ગયા છે જોકે, આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં $5.24 બિલિયનનો ઘટાડો થયો છે.
અદાણીના શેરમાં 20% વધારો
મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં 20%નો વધારો થયો હતો. અદાણી પાવરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો. આ કંપનીનો હિસ્સો 19.77 %વધ્યો. અદાણી ગ્રીન એનર્જી 13.22% અદાણી એનર્જી સોલ્યુશન્સ 12.06%, અદાણી એન્ટરપ્રાઇઝ 7.12%, અદાણી ટોટલ ગેસ 6.52%અને એનડીટીવી 6.49%વધ્યા હતા. અદાણી પોર્ટ્સ, એસીસી અને અંબુજા સિમેન્ટના શેરમાં પણ 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો. સોમવારે, BSE સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, જ્યારે મંગળવારે તે 169 પોઈન્ટ વધ્યો હતો.
વધુ વાંચો: 300 અંકના ઉછાળા સાથે સેન્સેક્સ 76 હજારને પાર, તો નિફ્ટી પણ તેજીમાં
કોણ કોણ છે ટોચના લિસ્ટમાં?
મસ્ક 427 બિલિયન ડોલર સાથે નંબર વન પર છે. બીજા નંબરે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ (237 બિલિયન ડોલર), ત્રીજા નંબરે ઝુકરબર્ગ (210 બિલિયન ડોલર) ચોથા નંબરે લેરી એલિસન (182 બિલિયન ડોલર) અને બર્નાર્ડ આર્નોલ્ટ (179 બિલિયન ડોલર) પાંચમા ક્રમે છે. મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 85.6 મિલિયન ડોલરનો વધારો થયો છે અને 90.2 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ 17મા સ્થાને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.