બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ચાલુ મેચમાં કિંગ ખાન પર ગુસ્સે થઈ પત્ની ગૌરી, જાણો શું હતું કારણ? સોશિયલ મીડિયા પર VIDEO વાયરલ
Last Updated: 06:16 PM, 27 May 2024
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ટીમ KKRએ IPL 2024ની ટ્રોફી જીતીને ફેંસને ખુશ કરી દીધા છે. રવિવારે રાત્રે ચેન્નાઈમાં થયેલી આઈપીએલની ફાઈનલ મેચમાં શાહરૂખ ખાન પોતાના આખા પરિવાર સાથે ટીમને ચીયર કરવા માટે પહોંચ્યા હતા. તે સમય દરમિયાન ખાન પરિવારની વચ્ચે એક સુંદર બોન્ડિંગ પણ જોવા મળ્યું.
ADVERTISEMENT
ફાઈનલ મેચ જીતવાની સાથે જ દિકરા અબરામ ખાને પિતા શાહરૂખ ખાનને ગળે લગાવી લીધા તો ત્યાં જ દિકરી સુહાના પપ્પાને ભેટીને રડવા લાગી. ત્યાં જ ગૌરી ખાન આખી મેચ વખતે શાહરૂખ ખાનનું ધ્યાન રાખતી જોવા મળી.
ADVERTISEMENT
શાહરૂખની કેર કરતી જોવા મળી ગૌરી
રવિવારે કેકેઆર અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે ફાઈનલ મેચ રમાઈ. મેચમાં કેકેઆરની શાનદાર જીત થઈ. શાહરૂખ ખાને પોતાના પરિવારની સાથે મેચની મજા લીધી. મેચ વખતે એક વાયરલ વીડિયોમાં ગૌરી ખાન વારંવાર શાહરૂખ ખાનને લઈને પરેશાન જોવા મળી અને તેમના પર ગુસ્સો કરતી જોવા મળી. હકીકતે ગૌરી માસ્ક લગાવવાને લઈને શાહરૂખ ખાનને વારંવાર ટોકી રહી હતી.
Gauri protecting her pasandida human and making him wear mask every now and then is my favourite genre of winning in love 💜 #ShahRukhKhan #GauriKhan pic.twitter.com/dfIOCiBeOI
— Neel Joshi (@iamn3el) May 27, 2024
ગૌરીએ શાહરૂખને પહેરાવ્યું માસ્ક
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેવું શાહરૂથ સ્ટેડિયમમાં પોતાની સીટથી ઉઠીને લોકોની વચ્ચે જઈ રહ્યા હતા તો ગૌરી તેમને માસ્ક લગાવવા માટે કહે છે. પરંતુ જ્યારે શાહરૂખ ખાન ધ્યાન નથી આપતા તો તે પોતે માસ્ક લઈને તેમને પહેરાવે છે.
જીત બાદ ગ્રાઉન્ડ પર ઉતરીને આવેલા શાહરૂખ ખાનને ગૌરી માસ્ક પહેરાવતી જોવા મળે છે. ફેંસને ગૌરીનું આ જેસ્ચર ખૂબ જ કેરિંગ લાગ્યું. બન્નેની કેમેસ્ટ્રીને લઈને ફેંસ ચર્ચા કરી રહ્યા છે અને તેમને બેસ્ટ કપલ ગણાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.