બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gathia in the name of son's surety from the old man Rs. 3 lakh seized

અમદાવાદ / વૃદ્ધને પડતા પર પાટું, હું આસિસ્ટન્ટ વકીલ છું...કહીને દીકરાની જામીનના નામે ગઠિયાએ રૂ. 3 લાખ પડાવી લીધા

Dinesh

Last Updated: 05:01 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલ દીકરાના જામીન કરાવી આપવાનું કહી વૃદ્ધ પાસેથી ૩.૮૬ લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે

  • વૃદ્ધનો દીકરો નાર્કોટિક્સના ગુનામાં જેલમાં કેદ  છે 
  • જામીનના નામે  3.86 લાખ પડાવી લીધા
  • સંજય જૈન નામના ગઠિયાએ વૃદ્ધનો સંપર્ક કરી ઠગાઈ આચરી

અમદાવાદ શહેરમાં ગઠિયાએ વકીલ હોવાની ઓળખ આપી નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલ દીકરાના જામીન કરાવી આપવાનું કહી વૃદ્ધ પાસેથી ૩.૮૬ લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેલમાં દીકરાને હૃદયની બીમારી થતાં તેને બાયપાસ સર્જરી કરાવવા માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમયે વૃદ્ધ એક ગેસ્ટ હાઉસમાં રહેતા હતા ત્યારે સંજય જૈન નામના ગઠિયાએ તેમનો સંપર્ક કરી ઠગાઈ આચરી હતી.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં વૃદ્ધનો દીકરો કેદ છે
રાજસ્થાનમાં રહેતા મૂલચંદભાઇ ઘાંચીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સંજય જૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૂલચંદભાઇનો મોટો દીકરો પ્રવિણ મુંબઇ ખાતે નોકરી કરતો હતો અને હાલમાં નાર્કોટિક્સના ગુનામાં અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. દીકરાને સેન્ટ્રલ જેલમાં હાર્ટની બીમારી થતાં ગત ૧૩ ડિસેમ્બરના રોજ સારવાર માટે અસારવા સિવિલ યુ.એન. મહેતા ખાતે લાવ્યા હતા. ડોકટરે તેને બાયપાસ સર્જરી કરાવવાનું કહેતાં મૂલચંદભાઇને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતેથી ફોન આવ્યો હતો. તેઓ તેમના દીકરાની સારસંભાળ માટે ગામડેથી અમદાવાદ યુ.એન. મહેતા ખાતે આવ્યા હતા.

'વકીલનો આસિસ્ટન્ટ વકીલ છું અને નાર્કોટિક્સના કેસ લડું છું'         
મૂલચંદભાઇ હોસ્પિટલ સામે આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ત્યાં તેમને સંજય જૈન નામની વ્યક્તિ મળી હતી. જે તેમના વતન બાજુની હોવાનું કહી તેમના સંપર્કમાં આવી હતી. સંજયે મૂલચંદભાઇને કહ્યું હતું કે હું વકીલનો આસિસ્ટન્ટ વકીલ છું અને નાર્કોટિક્સના કેસ લડું છું. જેથી તમારા દીકરાના જામીન કરાવી આપીશ. મૂલચંદભાઇ સંજયની વાતમાં આવી ગયા હતા અને મૂલચંદભાઇએ દીકરાના જામીન કરાવવા માટે સંજયના કહ્યા પ્રમાણે કુલ રૂપિયા ૩.૮૬ લાખ અલગ અલગ દિવસે ચૂકવી દીધા હતા. ત્યાર બાદ મૂલચંદભાઇ સંજયને ફોન કરતાં તો તે તેમનો ફોન ઉપાડતો ન હતો કે જામીન પણ કરાવ્યા નહોતા. મૂલચંદભાઇએ અવારનવાર તેનો સંપર્ક કર્યો પરંતુ તેનો સંપર્ક થઇ શક્યો ન હતો.

મૂલચંદભાઇએ સંજય જૈનની સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મૂલચંદભાઇને શંકા ગઇ કે સંજયે વકીલની ખોટી ઓળખ આપી દીકરાને જેલમાંથી જામીન કરાવવાનું કહી વિશ્વાસમાં લઈ કુલ ૩.૮૬ લાખની છેતરપિંડી કરી છે. મૂલચંદભાઇએ સંજય જૈનની સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

3 લાખ પડાવી લીધા અમદાવાદ ક્રાઈમ ગુનો જામીન ઠગાઈ નાર્કોટિક્સ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ